Bollywood: બોલો આ હીરોઈને માગ્યા એક મિનિટના અધધધ એક કરોડ રૂપિયા
આ હેડિંગ વાંચીને તમારા મનમાં ટૉપની લગભગ તમામ હીરોઈનોના નામ આવી ગયા હશે. દિપીકા, આલિયા, કટરિના કે પછી કરિના. આવો વિચાર તમને આવશે પણ આમાની એક પણ હીરોઈનની વાત અમે કરી રહ્યા નથી.
બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમની ફીને લઈને પણ સમાચારમાં રહે છે. કેટલાક કલાકારો એવા છે જેમની ફી ફિલ્મના બજેટમાં ઘણો વધારો કરે છે. પછી તે ફિલ્મમાં લીડ રોલ હોય કે કેમિયો. કેટલીક અભિનેત્રીઓ ફિલ્મોમાં તેમના એક ગીત માટે ભારે ફી લે છે. આજે અમે તમને બોલીવુડની એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rauteila) છે.
ચોંકી ગયા ને…હાલમાં તે તેનાં એક ગીત અને તે માટે તેણે માંગેલી ફીના કારણે ચર્ચામાં છે. બોલીવૂડમાં ખાસ નામ ન કમાઈ શકેલી ઉર્વશી સાઉથમાં સારો કમાન્ડ ધરાવે છે. ઉર્વશી રૌતેલા, વાલટેર વીરાયા અને એજન્ટ જેવી ફિલ્મોમાં તેના અગાઉના આઇટમ ગીતો માટે જાણીતી હતી, તેને બોયાપતિ શ્રીનુ-રામ પોથિનેની ફિલ્મ માટે આઇટમ નંબર કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ઉર્વશી રૌતેલાએ તેના ત્રણ મિનિટના પરફોર્મન્સ માટે 3 કરોડ રૂપિયાની મોટી રકમ માંગી હતી. તો થયા ને એક મિનિટના અધધધ એક કરોડ.
જો તેને આ રકમ મળશે તો એક મિનિટના એક કરોડ કમાનારી તે ભારતની પ્રથમ હીરોઈન બનશે. કારણ કે અન્ય કોઈ અભિનેત્રીને સ્ક્રીન પર એક મિનિટ માટે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાના અહેવાલ નથી. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ઉર્વશી રૌતેલાએ દક્ષિણ ભારતીય મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘વાલટેર વીરૈયા’માં તેના આઇટમ નંબર માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. મળતી માહિતી અનુસાર નિર્માતાઓએ તેની આ માગણી સ્વીકારી પણ છે, પરંતુ હજુ સત્તાવાર અહેવાલ આવ્યા નથી.