અફસોસઃ રંગીલા ગર્લની મેરેજલાઈફના રંગો ઝાંખા પડ્યા? તલાકની અટકળો તેજ
રંગીલા ગર્લ કહીએ એટલે ઉર્મિલા મતોંડકરનો મદહોશ કરતો ચેહરો સામે આવે, પરંતુ હાલમાં આ અભિનેત્રીના જીવનમાં રંગો ઝાખા પડી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. મીડિયા અહેવાલોનું માનીએ તો અભિનેત્રી લગ્નના આઠ વર્ષ બાદ પતિ મોહસિન અખ્તર મીરથી અલગ થઈ રહી છે. વાત તો તલાકની અરજી થઈ ગઈ હોવા સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ બન્ને તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
| Also Read: Entertainment: બે અભિનેત્રી ફોટો પડાવી રહી હતી અને વચ્ચે આવ્યા હીમેન ને…
બન્નેના લગ્ન 2016માં થયા હતા અને તેમની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. મોહસિન કાશ્મીરનો બિઝનેસમેન છે અને બોલીવૂડમાં પણ કિસ્મત અજમાવી ચૂક્યો છે, પરંતુ ખાસ કંઈ નામ કમાયો નથી અને ફરી બિઝનેસ પર જ ફોક્સ કરી રહ્યો છે. બન્ને કૉમન મેન મનીષ મલ્હોત્રાના ઘરે એક ફંકશનમાં મળ્યા હતા. જ્યારે ઉર્મિલાએ લગ્ન બાદ રાજકારણમાં પણ ઝંપલાવ્યું છે અને હાલમાં શિવસેના સાથે જોડાયેલી છે. ઉર્મિલા ફરી ફિલ્મોમાં આવવા પણ મથી રહી હોવાનું કહેવાય છે.
| Also Read: Abhishek Bachchan સાથેના Divorceના અહેવાલો પર આવ્યું Aishwaryaનું રિએક્શન, જાણો શું કર્યું?
બન્ને વચ્ચે શું વાંધો પડ્યો તે અંગે કોઈ માહિતી નથી અને ઉર્મિલાની ઈચ્છા છૂટાછેડા લેવાની છે, પરંતુ મોહસિન સંબંધ બચાવી રાખવા માગે છે, તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જે હોય તે આ રીતે બોલીવૂડ કપલ છૂટા પડતા હોય છે ત્યારે ફેન્સને પણ દુઃખ થતું હોય છે, આથી આપણે તો ઈચ્છીએ કે આ જોડી સલામત રહે.