દિલ લે ગઈ લે ગઈઃ 90ના દાયકાની આ અભિનેત્રીઓએ સ્ટેજ પર લગાવી આગ, જૂઓ વીડિયો
હિન્દી ફિલ્મ જગતમાં જેમ ફિલ્મો અને ગીતો ક્લાસિક અને આઈકોનિક હોય છે, તેમ અમુક ડાન્સ સિકવન્સ પણ એટલા જ યાદગાર હોય છે. બ્લેક વ્હાઈટના સમયથી ફિલ્મો તેના નૃત્યોને લીધે જોવાઈ હોય તેવું પણ બને છે. આ સિલસિલો 90ના દાયકામાં પણ ચાલ્યો. આ સમયમાં નૃત્યનો અંદાજ બદલાયો. આ સમય પહેલા ફિલ્મી નૃત્યોમાં પણ ક્લાસિકલ સ્ટાઈલની બોલબાલા હતી, પરંતુ ત્યારબાદ નવી નવી ડાન્સ સ્ટાઈલ ફિલ્મોમાં પણ લોકપ્રિય બની. આવી નવી ડાન્સ સ્ટાઈલ અપનાવી હિન્દી ફિલ્મોને ઘણા યાદગાર ડાન્સ સિકવન્સ આપનારા એક કોરિયોગ્રાફર એટલે શામક દાવર (Shamak Davar). શામકે ઘણી ફિલ્મોમાં હીરોઈનો પાસેથી એવું કામ લીધું છે કે તે હીરોઈનો માટે પણ કરિયરમાં ઘણું મહત્વનું સાબિત થયું હોય.
આ પણ વાંચો: ‘હમ આપકે હૈ કોન’ની માધુરીને જોઈ કે નહીં, ચાહકો જોઈને રહી ગયા દંગ!
કરિશ્મા (Karishma Kapoor) અને માધુરી દિક્ષિત (Madhuri Dixit)પોતાના સમયની સારી અભિનેત્રીઓ અને ડાન્સર રહી ચૂકી છે, પણ એક ફિલ્મમાં આ બન્નેના ડાન્સ ખૂબ જ સુંદર રીતે ફિલ્માવાયા છે અને આજે પણ એટલા જ લોકપ્રિય છે. આ ફિલ્મ એટલે યશરાજ બેનરની મ્યુઝિકલ હીટ દિલ તો પાગલ હૈ (Dil to Pagal Hai). આ ફિલ્મની થીમ જ ડાન્સ અને ડ્રામા સાથે જોડાયેલી હતી અને માધુરી-કરિશ્મા-શાહરૂખ અને અક્ષયના લવ સ્કવેરએ ફિલ્મને સુપરહીટ બનાવી હતી.
આ ફિલ્મમાં એક ડાન્સ સિકવન્સ છે જેમાં કરિશ્મા અને માધુરી માત્ર ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પર ડાન્સ કરે છે. આ કિલર ડાન્સ દર્શકોને ફરી જોવા મળ્યો એક રિયાલિટી શૉમાં જેમાં બન્ને હીરોઈનોએ જ પર્ફોમ કર્યું અને કર્યું તો એવું કર્યું કે કોઈને ન લાગે કે આ ડાન્સને ત્રીસ વર્ષ વીતી ગયા.
આ પણ વાંચો: કરિશ્માના લગ્નમાં ફિલ્મી દુનિયાના કેટલા કલાકારોએ આપી હતી હાજરી ખબર છે?
કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત, જેઓ 90 ના દાયકાની ટોચની અભિનેત્રીઓ હતી, તેઓ આજે પણ તેમના ચાર્મથી લોકોના દિલ પર રાજ કરે છે. દરમિયાન, હાલમાં જ બંનેનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકોને ‘દિલ તો પાગલ હૈ’ની ‘નિશા’ અને ‘પૂજા’ યાદ આવી રહી છે.
બ્લેક ઈન્ડોવેસ્ટર્નમાં કરિશ્મા અન યેલ્લોમાં માધુરી દિક્ષિતની અદાઓ, એકપ્રેશન અને બ્યુટી પર આજે પણ ફેન્સ ફીદા થાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. લોકોને Dil to Pagal Haiની નિશા અને પૂજા યાદ આવી ગઈ છે.