મનોરંજન

આ છે Bollywoodના ઉતાર-ચઢાવઃ રકુલ પ્રીતના સાસરીયાઓ સંકટમાં, ઓફિસ વેચવી પડી

કોઈપણ ધંધામાં ઉતાર-ચઢાવ આવતા હોય છે, પરંતુ બોલીવૂડમાં આવે ત્યારે ખબરો ચમકતી હોય છે. એક સમયે ઠાઠમાઠ માટે સમાચારમાં ચમકતા બોલીવૂડ સ્ટાર (bollywood ups and down) કે નિર્માતાઓ જ્યારે દેવાળિયા થઈ જાય ત્યારે સમાચારોમાં રહેવું મુશ્કેલ બની જાય છે. જોકે ઘણા એવા લડાવૈયાઓ છે, જે ફરી ઊભા થાય છે.

હાલમાં એક સમાચાર પ્રમાણે ઘણી સુપરહીટ ફિલ્મો આપનાર પ્રોડક્શન હાઉસ ઊઠી જવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વાસુ ભગનાનીના (Vasu Bhagnani) પૂજા એન્ટરટેઈનમેન્ટના (Pooja Entertainments) લગભગ 80 ટકા સ્ટાફને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે અને તેમનું બિલ્ડિંગ પણ એક બિલ્ડરને વેચી દેવામાં આવ્યું છે. જોકે કેટલી કિંમતનો સોદો થયો છે, તે અંગે હજુ માહિતી મળી નથી. હાલમાં તેમણે ઓફિસને જુહુમાં બે બેડરૂમના ફ્લેટમાં ચલાવવાનું શરૂ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાસુ ભગનાનીના દીકરા Jacky Bhagnaniના લગ્ન થોડા મહિનાઓ પહેલા અભિનેત્રી રકુલ પ્રીત સાથે થયા હતા. (Rakul Preet Family in trouble)

Here are the ups and downs of Bollywood: Rakul Preet's in-laws in crisis, office had to be sold
IMAGE SOURCE – Mid-day

આ પણ વાંચો : OMG! Aishwarya Rai-Bachchanને કોણે આપી આટલી બધી Gifts?

અગાઉ બીવી નંબર 1, કુલી નંબર 1 જેવી ઘણી સુપરહીટ ફિલ્મો આપનાર પ્રોડક્શન હાઉસની છેલ્લી ઘણી ફિલ્મો પીટાઈ ગઈ છે. ખાસ કરીને બડે મિયાં છોટે મિયાંની BMCM રિલીઝ પછી કંપની તકલીફ અનુભવી રહી છે. તેણે રૂ. 350 કરોડના રોકાણ સામે બોક્સ ઓફિસ પર માંડ રૂ. 59.17 કરોડની કમાણી કરી હતી. જેના કારણે પ્રોડક્શન બેનરને ઓછામાં ઓછું 125-150 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સૂત્રોનું કહેવું છે કે વાશુએ લગભગ રૂ. 250 કરોડની લોન ચૂકવવા માટે બિલ્ડિંગને ફાઇનાન્સર્સને વેચી દીધી છે.

કોરોના પછી પૂજા એન્ટરટેઈન્મેન્ટની ફિલ્મ પહેલી હતી જે થિયટરોમાં રીલિઝ થ હતી. 2021માં અક્ષય કુમારની બેલ બોટમ આવી, જે ફ્લોપ ગઈ. પછી આ સિલસિલો ચાલુ રહ્યો. મિશન રાનીગંજ, બડે મિયાં છોટે મિયાં, ગણપત જેવી બીગ બજેટ ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્યારે આવી અને ક્યારે ગઈ તે ખબર પણ ન પડી અને પ્રોડક્શન હાઉસ પર લૉન વધી ગઈ. હવે આ દેવું ચૂકવવા ઓફિસ વેચવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હોવાનું તેમના એક નજીકના મિત્રએ મીડિયા હાઉસને જણાવ્યું છે.

દરમિયાન પ્રોડક્શન હાઉસમાં કામ કરતા ઘણા કર્મચારીઓએ તેમના પગાર ન મળ્યા હોવાનો અને તેમની સાથે બાપ-દીકરાએ ખરાબ વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…