મનોરંજન

બે ફ્લોપ ફિલ્મ આપ્યા પછી આ હીરોઈનનું ભાગ્ય બદલાશે કે નહીં, કોણ છે?

બોલીવુડમાં દસમાંથી માંડ એકાદ ફિલ્મ ચાલતી હોય છે, જેમાં ફિલ્મ નહીં ચાલવા માટે ફિલ્મની સ્ટોરીથી લઈને કલાકારોના માપદંડ પણ નક્કી કરવામાં આવે છે. તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી ‘શર્વરી વાઘ’ એ 2021 માં આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી-2’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, શર્વરી વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મુંજયા’થી હિટ અભિનેત્રી બની, પરંતુ તેની છેલ્લી 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ઉકાળી શકી નથી.

Don-3

બે ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ શર્વરી ટૂંક સમયમાં બોક્સ ઓફિસ પર ધમાકેદાર વાપસી કરવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શર્વરી વાઘે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ડોન-3’ સાઇન કરી છે. આ પહેલા બોલીવુડની અભિનેત્રી કિયારા અડવાણી તેમાં જોવા મળવાની હતી, પરંતુ અહેવાલો મુજબ હવે આ ભૂમિકા માટે શર્વરીને લેવામાં આવી છે.

હવે તમને જણાવી દઈએ કે શર્વરીએ ‘મુંજયા’થી ઘણી ખ્યાતિ મેળવી હતી અને એક સફળ અભિનેત્રી બની ગઈ, પરંતુ આ પછી રિલીઝ થયેલી શર્વરીની બંને ફિલ્મ કંઈ ખાસ ઉકાળી શકી નથી. વર્ષ 2024માં શર્વરી ફિલ્મ ‘મહારાજ’માં જોવા મળી હતી.

આ ફિલ્મમાં શર્વરી સાથે આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં જયદીપ અહલાવતે પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતો, પરંતુ લોકોને આ ફિલ્મ પસંદ ન પડી અને તે ફ્લોપ ગઈ. આ ફિલ્મને નેટફ્લિક્સ પર પણ કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો.

આ પછી શર્વરીએ ગયા વર્ષે ફિલ્મ ‘વેદ’માં શાહિદ કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મની વાર્તા સારી હોવા છતાં તે બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. હવે શર્વરીને તેની ફિલ્મ ડોન-3થી બોક્સ ઓફિસ પર હિટ મળવાની આશા છે. રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ડોન-3’માં કિયારા અડવાણીની જગ્યાએ શર્વરી વાઘને લેવામાં આવી છે.

ફરહાન અખ્તર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણવીર સિંહ હીરો તરીકે જોવા મળશે. જોકે, અત્યાર સુધી ડોન-3 ના નિર્માતાઓએ તેની હિરોઈનની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ પહેલા પણ આ ફ્રેન્ચાઇઝીના બંને ભાગ સુપરહિટ રહ્યા છે. આ બંને ભાગોમાં શાહરૂખ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બંને ભાગ તેમની કમાણીના મામલે ચર્ચામાં રહ્યા હતા.

આપણ વાંચો : પિતા બનતા બદલાઈ ગયો Ranveer Singh? Caring Husband મટીને દિપીકાને રાહ જોવડાવતો થઈ ગયો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button