Ulajh Box Office collection: જાહ્નવીની ફિલ્મ ચોથા દિવસે પણ દમના દેખાડી શકી, માત્ર આટલી જ કમાણી કરી શકી
મુંબઈ: સુધાંશુ સરિયા દ્વારા નિર્દેશિત અને જાહ્નવી કપૂર(Janhvi Kapoor), ગુલશન દેવૈયા અને રોશન મેથ્યુ અભિનીત ફિલ્મ ‘ઉલજ'(Ulajh)એ બોક્સ ઓફિસ ખાસ પ્રદર્શન કરી શકી નથી. ભારતીય બોક્સ ઓફિસ(Box office) પર ‘ઉલજ’ની ચાર દિવસની કમાણી 5.40 કરોડ રૂપિયા જ રહી. જોકે ઉલજ સાથે રિલીઝ થયેલી ‘ઓરોં મેં કહાં દમ થા’ (Auron Mein Kahan Dum Tha) કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મે વીકએન્ડ પછી પહેલા સોમવારે ઉલજ માત્ર 70 લાખ રૂપિયાની કમાણી કરી શકી હતી.
આંકડાઓ જોતા એવું લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લાંબો સમય ટકી શકશે નહીં. અજય દેવગન અને તબ્બુની ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ કરતા ઉલજે સારું પ્રદર્શન કર્યું છે. ‘ઓરોં મેં કહાં દમ થા’ ખર્ચની દૃષ્ટિએ ઘણી મોટી ફિલ્મ છે. બંને ફિલ્મો ટૂંક સમયમાં સિનેમાઘરોમાંથી હટી જશે એવું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો ; બૉયફ્રે્ન્ડને છોડી janhvi-kapoor કોની સાથે કરી રહી છે રોમાન્સ
જંગલી પિક્ચર્સની ફિલ્મ ઉલજને શરૂઆતમાં લોકો દ્વારા મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જેની સીધી અસર તેના શરૂઆતના બિઝનેસ પર પડી હતી.
નોંધનીય છે કે નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મ ઓરોં મેં કહાં દમ થાની સરખામણીમાં ઉલજ ઓછી સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. રેકોર્ડ મુજબ, ઉલજની શરૂઆતના દિવસે સ્ક્રીનની સંખ્યા 750 હતી, જ્યારે ઓરોં મેં કૌન દમ થા 2000 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. ઉલજે પહેલા દિવસે 1.25 કરોડ રૂપિયા, બીજા દિવસે 1.65 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 1.85 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જાન્હવી કપૂરની ફિલ્મ ભારતમાં ચાર દિવસમાં 5.40 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે.