પ્રયાગરાજના માઘ મેળામાં આ કામ કરીને એક જ દિવસમાં કરી 20,000 રૂપિયાની કમાણી, વીડિયો વાઈરલ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આમાંથી કેટલાક વીડિયો જોઈને તો તમારું મગજ બહેર મારી જાય છે. આજે અમે અહીં તમને આવા જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હાલમાં પ્રયાગરાજ ખાતે ભરાયેલા માઘ મેળાનો આ વીડિયો છે. આ વીડિયોમાં બે બહેનોએ બે દિવસમાં જ 20,000 રૂપિયાની કમાણી કરી લીધી હતી. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો જોઈને નેટિઝન્સની વિચારધારા જ બદલાઈ ગઈ હતી. જ્યાં એક તરફ આપણે બેરોજગારી અને મોંઘવારીના નામે બુમરાણ માચાવનારા લોકોને જોતાં જ હોઈએ છીએ બૂમો સંભળાય છે, ત્યાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરની બે બહેનોએ પોતાની મહેનત અને દેશી બિઝનેસના જોરે સૌને ચોંકાવી દીધા છે. આ બંને બહેનોના નામ અદિતી અને પારો છે.
આ પણ વાંચો : 75 વર્ષ બાદ દુર્લભ સંયોગ: માઘ મેળાના પ્રથમ દિવસે જ સંગમમાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર
પ્રયાગરાજના પ્રસિદ્ધ માઘ મેળામાં દાતણ વેચવા આવેલી આ બહેનો એટલે કે અદિતી અને પારોની કમાણી જાણીને મોટા મોટા બિઝનેસમેન પણ વિચારતા થઈ ગયા છે. પ્રયાગરાજમાં દર વર્ષે ભરાતા માઘ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેળો માત્ર લોકોની શ્રદ્ધાનું જ નહીં પણ અનેક લોકો માટે રોજગારીનું પણ મોટું કેન્દ્ર છે. ગાઝીપુરની બે બહેનો, પારો અને અદિતિ, આ મેળામાં દેશી દાતણ વેચવા આવી છે અને તેમનો ઉત્સાહ જોવા જેવો છે.
એક લોકલ યુટ્યુબર સાથેની વાતચીતમાં આ બંને બહેનોએ ખુલાસો કર્યો હતો કે તેમણે સવારથી બપોર સુધીમાં જ અંદાજે 10,000 રૂપિયાના દાતણ વેચી દીધા હતા. આખા દિવસની મહેનત બાદ તેમની કમાણી 20,000 રૂપિયાના આંકડાને પાર કરી ગઈ હતી. બહેનોના જણાવ્યા અનુસાર મેળામાં 24 કલાક શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે અને એને કારણે ડ દાતણનું વેચાણ પણ રાત-દિવસ ચાલતું રહે છે.
આ પણ વાંચો : માધ મેળાને ધ્યાનમાં રાખી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી
મેળામાં આવતા લોકો મોર્ડન ટૂથબ્રશને બદલે લીમડા અને વડના પરંપરાગત દાતણનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, જેના કારણે માંગ ખૂબ વધારે રહે છે. આ વીડિયો સૌરભ મારવાડી નામના યુઝર્સે પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં પારો અને અદિતિનો આત્મવિશ્વાસ જોઈને લોકો પ્રભાવિત થયા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે માઘ મેળાથી હજારો ગરીબ પરિવારોના ઘર ચાલે છે અને આ સાચા અર્થમાં શ્રદ્ધાની તાકાત છે. બીજા એક યુઝરે લખ્યું, શિક્ષિત હોવું અને મહેનતુ હોવું એ અલગ વાત છે. આ બહેનોએ સાબિત કર્યું કે કોઈ પણ કામ નાનું નથી હોતું. જોકે, આ બધા વચ્ચે કેટલાક નેટિઝન્સ એ વાતથી પણ આશ્ચર્યચકિત છે કે આજના સમયમાં પણ લોકો દાતણના આટલા શોખીન છે.



