મનોરંજન

કંઇક આ રીતે આપી અક્ષય કુમારે પત્નીને જન્મ દિવસની શુભેચ્છા

મુંબઇઃ અભિનેતા અક્ષય કુમારે તેની પત્ની અને લેખિકા ટ્વિંકલ ખન્નાને તેના 51માં જન્મદિવસ પર અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. રવિવારે ઇન્સ્ટાગ્રામ પર અક્ષયે ટ્વિંકલનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેના વ્યક્તિત્વની વિવિધ બાજુઓની ઝલક આપવામાં આવી. તેણે તેના માટે ટૂંકી નોંધ પણ લખી હતી.

વીડિયોની શરૂઆત ” દરેકને એવું લાગે છે કે મારી પત્ની આવી છે…” એવા શબ્દોથી થઈ હતી. તે પછી ટ્વિંકલ ખન્ના ઘરમાં ખુરશી પર આરામ કરતી એક પુસ્તક સાથે સૂર્યનો આનંદ માણતી દર્શાવવામાં આવી હતી. એક સળગતી મીણબત્તી, અન્ય વસ્તુઓની સાથે તેનું પીણું તેની બાજુના ટેબલ પર પડેલું છે.

આટલા વીડિયો બાદ ફરી તેમાં એવું લખાણ આવે છે કે, પણ ખરેખર મારી પત્ની આવી છે અને પછી પાછો વીડિયો શરૂ થાય છે. અહીં, ટ્વિંકલ તેના લિવિંગ રૂમમાં અનોખા ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી હતી. તેણે બ્લેક ટોપ અને ગ્રીન પેન્ટ પહેર્યું હતું. તે હસતી હતી જ્યારે ક્લિપ સમાપ્ત થતાં સમયે અક્ષય તેને હાઈ-ફાઈવ આપતા હસ્યો હતો.

હેપ્પી બર્થડે શેર કરતાં અક્ષયે લખ્યું હતું કે, ‘”ટીના (ઇમોજી) તું માત્ર એક રમત નથી, તું આખી રમત છે. મેં તારી પાસેથી ઘણું શીખ્યું છે- જ્યાં સુધી મારું પેટ દુઃખે નહીં ત્યાં સુધી કેવી રીતે હસવું (અને તમે લગભગ હંમેશા મારા હાસ્યનું કારણ છો), જ્યારે કોઈ મનપસંદ ગીત રેડિયો પર વાગે ત્યારે બધું ભૂલીને દિલથી કેવી રીતે ગાવું, અને જ્યારે મન થાય ત્યારે કેવી રીતે બધુ ભૂલીને ડાન્સ કરવો. સાચે જ ટીના તારા,જેવું કોઇ નથી. હોર કોઈ ના (રેડ હાર્ટ ઈમોજી).”

ટ્વિંકલ વિશે વાત કરીએ તો 2015માં, ટ્વિંકલે તેનું પ્રથમ નોન-ફિક્શન પુસ્તક, ‘મીસીસ ફનીબોન્સ’ પબ્લિશ કર્યું હતું. તેનું બીજું પુસ્તક ‘ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’ હતું, જે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. નીલ્સન બુકસ્કેન ઈન્ડિયા અનુસાર, ટ્વિંકલનું ત્રીજી પુસ્તક, ‘પાયજામા આર ફોર ગીવિંગ’ તેને 2018માં ભારતમાં સૌથી વધુ વેચાતી મહિલા લેખિકા બનાવી. તેનું ચોથું પુસ્તક, ‘વેલકમ ટુ પેરેડાઇઝ’, 2023 માં રિલીઝ થયું હતું.

આ પણ વાંચો :મુકેશ ખન્નાએ અક્ષય કુમારને આપી દીધી સલાહ; કહ્યું, “પોતાની છબીને છાજે તેવા જ..

2022 માં, ટ્વિંકલ લંડન યુનિવર્સિટીની ગોલ્ડસ્મિથ્સમાં ફિક્શન રાઇટિંગમાં માસ્ટર્સ કરવા ગઈ હતી. તેણે તાજેતરમાં તેની ડિગ્રી પૂર્ણ કરી છે. ટ્વિંકલે જાન્યુઆરી 2001માં અક્ષય સાથે લગ્ન કર્યા છે. તેમના બે બાળકો છે – પુત્ર આરવ અને પુત્રી નિતારા.

અક્ષય તેમની આગામી, જોલી એલએલબી 3 માં અરશદ વારસી અને હુમા કુરેશી સાથે જોવા મળશે. તેમની પાસે પાઇપલાઇનમાં સ્કાય ફોર્સ પણ છે, જે 2025માં રિલીઝ થશે.

તેમની પાસે હાઉસફુલ 5 પણ પાઇપલાઇનમાં છે, જેમાં રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, જેકલીન ફર્નાન્ડિઝ, સોનમ બાજવા, નરગીસ ફખરી, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચંકી પાંડે, જોની લીવર, શ્રેયસ તલપડે, ડીનો મોરિયા, ચિત્રાંગદા શર્મા, રણજિત, સૌંદર્યા શર્મા અને નિકિતિન ધીર પણ છે. તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત, હાઉસફુલ 5, 6 જૂન, 2025 ના રોજ રિલીઝ થવાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button