હનુમાન જયંતી પર બજરંગ બલીની ભક્તિમાં લીન થઈ TVની સીતા, પોસ્ટ કરી લખ્યું જય સિયારામ…
TV par સીતાની ભૂમિકા ભજવનાર દિપીકા ચિખલિયા આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે અને આજે હનુમાન જયંતી પર એક્ટ્રેસ દિપીકા ચિખલિયા બજરંગ બલીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. દિપીકા ખૂબ જ સ્પિરિચ્યુઅલ છે અને એ જગજાહેર વાત છે, કારણ કે તેઓ અવારનવાર કોઈને કોઈ મંદિરની મુલાકાત લેતા જોવા મળે છે.
આજે હનુમાન જયંતીના દિવસે એક્ટ્રેસ દિપીકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હનુમાનજીની પૂજા-અર્ચના કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને આ વીડિયોમાં તેઓ હનુમાનજીના નામનો જાપ કરતાં કરતાં કેસરીનંદનની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને એની કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું કે પવન પુત્ર હનુમાનની જય, જય સિયારામ…આ સિવાય વીડિયોના બેકગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા પણ સંભળાઈ રહી છે.
આ પણ વાંચો: Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય ખૂલી જશે કિસ્મતના તાળા, જાણો ક્યારે છે હનુમાન જયંતી
હનુમાન જયંતી પર દિપીકાનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, ફેન્સ પણ હનુમાન કી જયના નારા લગાવી રહ્યા છે. દિપીકા ચિખલિયાને રામાનંદ સાગરની રામાયણથી નામના મળી હતી. એક્ટ્રેસે સીતા માતાનો રોલ એટલો સારી રીતે નિભાવ્યો હતો કે આજે પણ લોકો એમને એમના રોલને કારણે યાદ કરે છે.
આ ઉપરાંત હાલમાં જ એક્ટ્રેસ ટીવીના રામ ઉર્ફે અરુણ ગોવિલ માટે પ્રચાર કરવા અર્થે મેરઠ પહોંચ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.