OMG! TMKOCવાળા દયાભાભીએ સલમાન ખાનની 65 કરોડની ઓફર ઠુકરાવી દીધી
સુપરસ્ટાર સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-18 6 ઓક્ટોબરથી કલર્સ ટીવી અને જિયો સિનેમા પર ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. દર્શકોમાં પણ આ શોને લઈને ભારે ઉત્તેજના છે. જોકે, શોના સ્પર્ધકોની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એમ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તેના સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવશે. હાલમાં ઘણા કલાકારોના નામનો દાવો કરવામાં આવી રહ્યો છે અને માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વખતે કયા સ્પર્ધકો ભાગ લેવાના છે.
જો કેટલાક રિપોર્ટર્સનું માનીએ તો હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)વાળા દયાભાભી એટલે કે દિશા વાકાણીને સલમાન ખાનની બિગ બોસ 18ની ઓફર મળી હતી અને તેના માટે તેમને 65 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જો કે, અભિનેત્રીએ આટલા મોટા બજેટની ઓફર ધડાક દઇને ફગાવી દીધી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બિગ બોસના મેકર્સે હજુ સુધી કોઈ સેલિબ્રિટીને આટલી બધા નાણાની ઓફર આપી નથી. જોકે, આ અંગે દિશા વાકાણી તરફથી કે ‘બિગ બોસ’ના મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
દયાબેનના રોલમાં ગુજ્જુ અભિનેત્રી દિશા વાકાણી એટલા હિટ થઈ ગયા હતા કે શો છોડ્યા પછી પણ લોકો તેમને દિશા વાકાણીને બદલે દયાબેન કહીને બોલાવે છે. દિશા વાકાણીએ 2017માં જ ડિલિવરીને કારણે TMKOC શો છોડી દીધો હતો, પરંતુ હજુ સુધી તેમની લોકપ્રિયતા જરાય ઓસરી નથી. દિશા વાકાણીને ઘણી વખત બિગ બોસની ઓફર મળી છે અને તેમ છતાં તેઓ ક્યારેય આ શો કરવા માટે સંમત થયા નથી.
જો આપણે આ વખતના બિગ બોસ 18ના સ્પર્ધકોની યાદી વિશે વાત કરીએ અત્યાર સુધી ફક્ત નિયા શર્માના નામ પર જ મોહર લાગી છે. તેનું જ નામ કન્ફર્મ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ખતરોં કે ખિલાડીની વર્તમાન સિઝનના વિનર કરણવીર મહેરાથી લઈને નાયરા બેનરજી અને શોએબ ઈબ્રાહિમ જેવા કલાકારોના નામ પણ સામે આવી રહ્યા છે. જોકે, આ શોમાં કયા સ્ટાર્સ ભાગ લેવાના છે તે તો 6 ઓક્ટોબરે જ ખબર પડશે.