મનોરંજન

Tuzko mirchi lagi to…પરિણીતી ચોપરાની વાતથી કોને ચટકો ચડ્યો

ચમકીલા (Chamkila) ફિલ્મથી ચમકેલી પરિણીતી ચોપરા (parineeti-chopra) એ ફિલ્મના પ્રમોશન વખતે આપેલો ઈન્ટરવ્યુ હાલમાં પાછો ચર્ચામાં છે. આનું કારણ ફિલ્મસર્જક કરણ જોહર (Karan Jhohar)છે. કરણે પરિણીતીનું નામ લીધા વિના પોતાની ભડાશ કાઢી પણ તે પોતે જ સપડાયો અને ટ્રોલ થઈ રહ્યો છે.

નેપોટીઝમ માટે જાણીતો કરણ આ મુદ્દે જ ચર્ચામાં આવ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે કલાકારોએ પોતાની ઓળખ બનાવી છે તેઓ આ વિશે વાત કરી રહ્યા છે. કરણ જોહર આનાથી ઘણો નારાજ જોવા મળી રહ્યો છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી સાથે વાત કરતાં તેણે પોતાની લાગણી વ્યક્ત કરી. કરણના કહેવા પ્રમાણે, કલાકારો નેપોટીઝમને એક સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે જેથી તેઓ વધુ પ્રસિદ્ધિ મેળવી શકે. કરણનું આ નિવેદન હવે વાયરલ થઈ રહ્યું છે. યુઝર્સનું માનવું છે કે કરણ પરિણીતી ચોપરાને નિશાન બનાવી રહ્યા છે.

કરણે એક ઈન્ટરવ્યુમાં રાજકુમારને પ્રશ્ન કરતાં કરણે કહ્યું કે શું ખરેખર બહારના લોકોને ઈન્ડસ્ટ્રીના સ્ટારકીડ્સ પ્રત્યે આટલો ગુસ્સો છે. કરણની વાતનો જવાબ આપતા રાજકુમારે કહ્યું કે કોણ ક્યાંથી આવે છે તેની તેને કોઈ પરવા નથી. હા, એ વાત સાચી છે કે ઈન્ડસ્ટ્રી સાથેના કનેક્શનને કારણે સ્ટાર્સના સંબંધીઓને બે-ત્રણ ફિલ્મો સરળતાથી મળી જાય છે. પરંતુ આ પછી તેની પ્રતિભા જ તેને આગળ લઈ જાય છે. રાજકુમાર (Rajkumar Rao)ની આ વાત સાંભળી કરણે કહ્યું- મેં હાલમાં જ કેટલાક એક્ટર્સના ઈન્ટરવ્યુ જોયા છે, હું અહીં નામ નહીં લઉં, પરંતુ મને લાગે છે કે લોકો હેડલાઈન્સ બનાવવા માટે માત્ર એક સાધન તરીકે ઉપયોગ કરતા હોય છે. ખૂબ જ સફળ લોકો, જેમણે સફળ ફિલ્મો આપી છે, તેઓ કહે છે કે તેમને પાર્ટીમાં ન જતા હોવાથી રોલ નથી મળતા કે સ્ટારકિડ્સ માટે તેમને કાઢી નાખવામાં આવે છે.

કરણના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સનું માનવું છે કે કરણ પરિણીતીને ટાર્ગેટ કરી રહ્યો છે. કારણ કે તાજેતરમાં જ ચમકીલા (Chamkila) ફિલ્મના પ્રમોશન દરમિયાન પરિણીતીએ નેપોટિઝમ અને કેમ્પ વિશે વાત કરી હતી. પરિણીતીએ કહ્યું- હું માત્ર એટલું જ કહી રહી છું કે અહીં ચોક્કસ કેમ્પ્સ, ફેવરિટ, સર્કલ છે.
યુઝર્સે એ પણ લખ્યું કે કરણ હંમેશા સ્ટારના સંતાનોને તક આપે છે, તેણે પોતે કહ્યું છે કે તેણે આદિત્ય ચોપરાને ઘણી વખત નવા લોકોને તક આપવાની ના પાડી છે.

અગાઉ રાજકુમાર રાવે પોતે સ્વીકાર્યું છે કે તેણે પણ તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણી તકો ગુમાવી છે કારણ કે તે કોઈપણ પાર્ટીમાં નથી જતા. તેને ઘણી વખત સ્ટારકિડ્સને લીધે નુકસાન થયું છે. ફિલ્મની વાત કરીએ તો મિસ્ટર એન્ડ મિસિસ માહી 31મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button