ઐશ્વર્યાની કારને બસે ટક્કર માર્યા પછી રિયલમાં શું બન્યું હતું, જાણો હકીકત?

મુંબઈ: ઐશ્વર્યા રાય બચ્ચન અવારનવાર સમાચારોમાં રહે છે. 26 માર્ચના બુધવારે તેમની કારને બેસ્ટની બસે પાછળથી ટક્કર મારી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બીજી રાહતની વાત એ હતી કે ઐશ્વર્યા રાય પણ તે સમયે કારમાં પણ નહોતી અને કારને પણ કોઈ નુકસાન થયું નહોતું.
જો કે, હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે ઐશ્વર્યા રાય બચ્ચનના બાઉન્સરે કાર સાથે અથડાયા બાદ બસ ડ્રાઇવર સાથે વાત કરી હતી અને તેને કથિત રીતે થપ્પડ પણ મારી હતી. એના પછી બસચાલકે 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય પર આવી પડી આ આફત, વીડિયો વાઈરલ થતા ચાહકો ચિંતામાં
જોકે, બંગલાનો સુપરવાઈઝર ઘટનાસ્થળે પહોંચી બાઉન્સર વતી ડ્રાઈવરની માફી માંગી હતી ત્યાર બાદ મામલો ઠંડો પડ્યો હતો અને ડ્રાઈવરે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. મીડિયામાં આ અકસ્માતનો મુદ્દો વાયરલ થયા પછી લોકોએ અનેક તર્ક વિતર્કો કર્યા હતા.
તમને જણાવી દઈએ કે આ સમાચારો પર કોઈએ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી. એક મીડિયા હાઉસે એક સ્ત્રોતને ટાંકીને લખ્યું હતું કે આ ઘટના મીઠું મરચું ભભરાવીને કરવામાં આવી છે. કોઈ અકસ્માત થયો નહોતો અને કોઈને ઈજા થઈ નહોતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વન 2 માં જોવા મળી હતી. આ પીરિયડ ડ્રામા પછી તેણે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. ઐશ્વર્યા એવોર્ડ ફંક્શન અને ફેશન ઈવેન્ટ્સમાં હાજરી આપતી જોવા મળે છે.