તૃપ્તિ ડિમરીનો જાદુ: રાતોરાત વધી ફી, આટલા કરોડનો ચાર્જ લે છે!

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી અત્યારે પ્રભાસ સ્ટારની ફિલ્મ સ્પિરિટમાં દીપિકા પદુકોણને બદલે કામ કરવાની અટકળો છે. એક્ટ્રેસે અગાઉ એક પોસ્ટ શેર કરીને ફિલ્મનો હિસ્સો હોવાની જાહેરાત કરી હતી. હવે એવી ખબરો મળી રહે છે કે તૃપ્તિ ડિમરીએ આ ફિલ્મ માટે તગડી ફી લીધી છે.

માનો યા ના માનો, પરંતુ એનિમલ ફિલ્મની લોકપ્રિયતા પછી ફિલ્મમાં કામ કરનારા અનેક પાત્રોની લોકપ્રિયતામાં વધારો થયો છે, જે પૈકી તૃપ્તિ ડિમરીને પણ લોકો ઓળખતા થઈ ગયા છે.

તૃપ્તિ ડિમરીએ શ્રીદેવીને ફિલ્મ મોમથી ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ શ્રેયસ તલપદેની ફિલ્મ પોસ્ટર બોયઝમાં જોવા મળી હતી. એના પછી તૃપ્તિએ બાબિલ ખાનની સાથે ફિલ્મ કલા અને અવિનાશ તિવારીની ફિલ્મ બુલબુલમાં પણ કામ કર્યું હતું, પરંતુ સફળતા તો ફિલ્મ એનિમલથી મળી હતી.

2023માં રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આવી હતી, જેમાં અભિનય કરીને તૃપ્તિ રાતોરાતો લોકપ્રિય બની ગઈ હતી. સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી તૃપ્તિ ડિમરીની ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યા ગણતરીના દિવસોમાં એક મિલિયન પાર કરી ગયા હતા. હવે સ્પિરિટ ફિલ્મ સાઈન કરવા અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી ચૂકી છે, જ્યારે તેનો ચાર્જ પણ કંઈક લાખો રુપિયામાં છે.
એનિમલ ફિલ્મની સફળતા પછી તૃપ્તિએ પોતાની ફીમાં બેવડો વધારો કર્યો છે, જ્યારે વિક્કી કૌશલની ફિલ્મ બેડ ન્યૂઝ માટે 80 લાખ વસૂલ્યા હતા. હવે એનાથી આગળ વધીએ તો ચાર કરોડની ફી લેવાની શરુઆત કરી છે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે એક્ટ્રેસે પોતાની એક ફિલ્મ માટે તો દસ કરોડ વસૂલ કરવાનું કહેવાય છે.

2023થી 2025ના સમયગાળા દરમિયાન તૃપ્તિએ પોતાની ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે, જે જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે જેવા સ્ટારકિડને પણ પાછળ રાખી છે. હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે જાહ્નવી કપૂર પોતાની ફિલ્મ માટે પાંચથી દસ કરોડનો ચાર્જ લે છે, જેમાં દેવરા માટે્ પાંચ કરોડ લીધા હતા, જ્યારે અનન્યા પાંડેએ ત્રણ કરોડની ફી લીધી હતી.