મનોરંજન

Troller’sને Navya Naveli Nandaને આપ્યો એવો મૂંહતોડ જવાબ કે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ની દોહિત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સમાંથી એક છે. નવ્યા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પણ તે સતત લાઈમલાઈટમાં રહે છે.

ફિલ્મોની તામજામથી દૂર પિતા નિખીલ નંદાના નક્શે કદમ બિઝનેસ વર્લ્ડમાં નામ તકમાવી રહી છે. પરંતુ આ સાથે સાથે નવ્યા કંઈ પણ કરે તે ટ્રોલર્સના નિશાના પર આવી જ જાય છે પછી એ મામી ઐશ્વર્યાને ઈગ્નોર કરવાને કારણ હોય કે આઈઆઈએમ અમદાવાદમાં એડમિનશનની વાત હોય. આટલી ટ્રોલિંગ છતાં પણ નવ્યા ક્યારેય કોઈ પ્રતિક્રિયા નથી આપતી પણ હવે તેણે ટ્રોલર્સને મૂંહ તોડ જવાબ આપ્યો છે. ચાલો જોઈએ સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગને લઈને નવ્યાએ શું કહ્યું…

નવ્યાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર ખુલીને વાત કરી હતી. આ ઈન્ટરવ્યુમાં તેણે સોશિયલ મીડિયાને કારણે મળતી ઓપર્ચ્યુનિટી અને પડકારો વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા એક સારું પ્લેટફોર્મ છે, કારણ કે તેણે લોકોને પોતાના વિચારો રજૂ કરવાનું મંચ પૂરું પાડ્યું છે. ઘણા લોકો એવા છે જેમની પાસે વિચારો વ્યક્ત કરવા માટે મંચ નહોતું.

આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન વિશે વાત કરતાં નવ્યાએ જણાવ્યું હતું કે આ ખરેખર અવિશ્વસનીય છે. હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું કે દુનિયાના બેસ્ટ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ હું અભ્યાસ કરી રહી છું. વાત કરું સોશિયલ મીડિયા પર મળતા ફીડબેકની તો હું સોશિયલ મીડિયા પર મળતાં ફીડબેકથી બિલકુલ પ્રભાવિત નથી થતી.

તેણે આગળ એવું જણાવ્યું હતું કે હું લોકો માટે જ કામ કરું છું તો પછી એમની વાતથી કેમ નારાજ થાઉં. હું લોકોથી મળતાં ફીડબેક પર કામ કરું છું, જેથી હું એક સારી વ્યક્તિ બની શકું. ટ્રોલર્સ વિશે વાત કરું તો મને ટ્રોલિંગથી ખાસ કોઈ ફેર નથી પડતું. હું માત્ર પોઝિટીવ ફિડબેક પર જ ધ્યાન આપું છુ અને એમાંથી કંઈકને કંઈક શીખવાની જરૂર છે.

હાલમાં પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા હાજરી આપવા પહોંચી હતી અને એ સમયે એની સાથે આલિયા ભટ્ટ પણ હતી. આ દરમિયાન આલિયા ભટ્ટને સપોર્ટ કરવા પર નેટિઝન્સે નવ્યાને આડે હાથ લીધી હતી અને મામી ઐશ્વર્યાને પણ સપોર્ટ કરવાની સલાહ આપી હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…