ડીપ નેક ડ્રેસમાં તૃપ્તિ ડિમરીએ લગાવી આગ, તસવીરો વાયરલ…
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી ફિલ્મની સફળતા પછી દરરોજ કોઇને કોઇ કારણોસર સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ હોવાના કારણે તેની તસવીરો પણ વાયરલ થતી હોય છે. તૃપ્તિ તસવીરો પણ એવી જ મૂકતી હોય છે જે ગણતરીની મીનિટોમાં વાયરલ થઇ જાય.
હાલમાં જ તૃપ્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની અમુક તસવીરો મૂકી હતી. જુદી જુદી તસવીરોમાં તૃપ્તિ જુદી જુદી અદાઓમાં પોઝ આપતી દેખાય છે.
‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરીએ હવે ઈન્ટિમેટ સીન મુદ્દે શા માટે આપ્યું આ નિવેદન?
એક તસવીરમાં તૃપ્તિ ગોલ્ડન કલરના ડીપ નેક ડ્રેસમાં પોઝ આપતી દેખાય છે અને તેમાં તેણે પોતાની આંગળીઓમાં ગોલ્ડન કલરની વીંટીઓ પહેરેલી પણ દેખાય છે. આ તસવીરમાં તૃપ્તિ ગોલ્ડન બ્યૂટી જેવી દેખાતી હોવાની તેના ચાહકોએ કોમેન્ટ્સ કરી હતી.
બીજી એક તસવીરમાં તૃપ્તિ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેરેલી નજરે ચઢે છે જેમાં તેણે ગ્લોસ લિપ્સ અને સ્મોકી મેક-અપ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો. ચાહકોએ આ તસવીરને પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો.
જોકે તૃપ્તિ આટલેથી જ અટકી નહોતી. તેના ચાહકો માટે જાણે તેણે આજે બમ્પર ઓફર રાખી હોય તેમ અનેક તસવીરો શેર કરી હતી અને દરેક તસવીરમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
એક તસવીરમાં મરુન ડીપ નેક ગાઉન અને ડાર્ક લિપ-સ્ટિક, એક તસવીરમાં વ્હાઇટ સાડીના દેસી અવતારમાં તો પછી અન્ય એક તસવીરમાં બ્લેક કલરની મીડિ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. ખાસ કરીને બ્લેક મીડિ ડ્રેસમાં તેણે આપેલો પોઝ ખૂબ જ હોટ હોવાનું તેના ફેન્સે કોમેન્ટ્સમાં લખ્યું હતું. જોકે સૌથી વધુ ધ્યાન તેની છેલ્લી તસવીર જેમાં તે વ્હાઇટ કલરનું સ્લિટ ગાઉન પહેરેલી દેખાય છે, તેણે ખેંચ્યું હતું. આ તસવીરમાં તૃપ્તિ ખૂબ જ એલિગન્ટ અને મનમોહક દેખાતી હોવાનો તેના ફોલોઅર્સનો મત છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક જ ફિલ્મ કરીને રાતોરાત સ્ટાર બની જઇ લોકોને પોતાના કાયલ કરનારી તૃપ્તિ હવે વિકી કૌશલ સાથે ‘બેડ ન્યુઝ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ગીત ‘જાનમ’ અત્યારથી જ લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. આ ગીતમાં તૃપ્તિ વિકી સાથે ઇન્ટિમેટ દૃશ્યો ભજવતી નજરે ચઢે છે અને સ્વીમિંગ પૂલમાં વિકી સાથેની તેની તસવીર જે આ ગીતનો એક સ્ટીલ છે તે પણ લોકોને ખૂબ ગમ્યો છે.