રણબીર કપૂરની પાડોશી બની ‘એનિમલ’ની અભિનેત્રી, ખરીદ્યું તેનું ડ્રીમ હોમ
અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’માં રણબીર કપૂરની સામે મહત્વની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રીને ‘એનિમલ’ માં તેના કેમિયો એક્ટ માટે વખાણવામાં આવી હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો હતો. તે રાતોરાત લોકપ્રિયતાના આસમાન પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ તેને નેશનલ ક્રશનો ટેગ પણ મળ્યો છે. ‘એનિમલ’ બાદ હવે તૃપ્તિના હાથમાં ઘણા સારા પ્રોજેક્ટ છે. અભિનેત્રી હાલમાં તેની સફળતાની ઉજવણી કરી રહી છે અને હવે તેણે મુંબઈમાં તેનું સ્વપ્ન ઘર ખરીદ્યું છે.
નેશનલ સેન્સેશન અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ મુંબઈમાં એક લક્ઝરી પ્રોપર્ટી ખરીદી છે. દસ્તાવેજો અનુસાર, તૃપ્તિ ડિમરીએ બાંદ્રા પશ્ચિમમાં પોશ કાર્ટર રોડ વિસ્તારમાં14 કરોડ રૂપિયામાં એક પ્રોપર્ટી ખરીદી છે. આ મિલકત 2,193 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને તેમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત કુલ 3 માળ છે. મિલકતના વેચાણ કરાર 3 જૂનના રોજ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીએ આ મિલકત માટે 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે. દસ્તાવેજો અનુસાર આ પ્રોપર્ટી વેચનારનું નામ મેરી ફર્નાન્ડિસ છે. બાન્દ્રા પશ્ચિમ મુંબઇનો પોશ વિસ્તાર ગણાય છે અને તે લક્ઝરી એપાર્ટમેન્ટ માટે જાણીતો છે. બાંદ્રામાં પ્રતિ ચોરસ ફૂટનો દર રૂ. 50,000 થી રૂ. 150,000 પ્રતિ ચોરસ ફૂટ સુધીનો છે.
તૃપ્તિએ મુંબઈના બાંદ્રામાં પોતાના માટે એક આલીશાન ઘર પણ ખરીદ્યું છે. બાંદ્રામાં બોલિવૂડની ઘણી હસ્તીઓનું ઘર છે. તૃપ્તિનું ઘર પોશ વિસ્તાર કાર્ટર રોડ પાસે આવેલું છે, જ્યાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રેખા જેવા બોલિવૂડ સ્ટાર્સ રહે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આ વિસ્તારમાં રહે છે. અભિનેત્રી હવે તેના કો-સ્ટાર રણબીર કપૂરની પાડોશી બની ગઈ છે. ફેન્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.
તૃપ્તિ ઉત્તરાખંડના ગઢવાલની રહેવાસી છે. તેણે 2017માં શ્રીદેવીની ‘મોમ’ અને સની દેઓલની ‘પોસ્ટર બોયઝ’ જેવી ફિલ્મોથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, સાજિદ અલીની લૈલા મજનૂમાં દેખાયા પછી તેને થોડી ઓળખ મળી હતી. 2020માં તેની ફિલ્મ બુલબુલ સફળ થઇ હતી. આ પછી તૃપ્તિએ અનવિતા દત્તની ‘કાલા’માં તેના અભિનયથી લોકપ્રિયતા મેળવી હતી.
વર્ક ફ્રન્ટ પર હાલમાં તૃપ્તિ કરણ જોહરના પ્રોડક્શન ‘બેડ ન્યૂઝ’માં વિકી કૌશલ અને એમી વિર્ક સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ જુલાઈમાં સિનેમાઘરોમાં આવશે. બેડ ન્યૂઝ ઉપરાંત, તે કાર્તિક આર્યનની ‘ભૂલ ભૂલૈયા 3’ માં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં તે રાજકુમાર રાવની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે સિદ્ધાંત ચતુર્વેદીની ‘ધડક 2’ પણ છે.
Also Read –