કિસિંગ સિન કરીને તહેલકો મચાવી, ફિલ્મો મેળવી, હવે અભિનેત્રી કહે છે પસ્તાવો થાય છે…

ઘણી અભિનેત્રીઓ એકાદ ફિલ્મમાં અંગપ્રદર્શન કરીને લાઈમલાઈટ લૂંટી લેતી હોય છે. ફિલ્મોમાં ઈન્ટિમેટ સિન્સ, આઈટમ નંબર કરીને આગળ આવેલી હીરોઈનો છે જ. આવી જ એક હીરોઈને ગયા વર્ષે જ રિલિઝ થયેલી ફિલ્મમાં લાંબો હૉટ કિસિંગ સિન આપી રાતોરાત સ્ટાર બની જનારી અભિનેત્રીએ હવે અફસોસ વ્યક્ત કર્યો છે.
આ અભિનેત્રી આમ તો 2017માં રૂપેરી પદડે ચમકી હતી, પરંતુ તેની નોંધ 2024ની ફિલ્મથી લેવાઈ. આ ફિલ્મમાં તેનો રોલ પણ નાનો હતો અને સ્ક્રીન સ્પેસ સાવ ઓછી હતી, પરંતુ હીરો સાથે બેડરૂમ સિન આપી તે સૌની નજરમાં આવી ગઈ અને ત્યારબાદ તેણે ઘણી ફિલ્મો આપી પણ છે.
હવે વધારે સસ્પેન્સ ક્રિએટ ન કરતા તમને જણાવી દઈએ કે અમે તૃપ્તી ડિમરીની વાત કરી રહ્યા છીએ. સંદીપ વાંગાની ફિલ્મ એનિમલમાં તૃપ્તીએ ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. એનિમલમાં લીડ રોલમાં રશ્મિકા મંદાના હોવા છતાં તૃપ્તી ડિમરી ચર્ચામાં હતી.

બૉબી દેઓલની ગર્લફ્રેન્ડ અને રણબીરની જાસૂસી કરવા ગયેલી ઝોયા રણબીર સાથે પ્રેમનું નાટક કરે છે અને તેની સાથે ફિઝિકલ રિલેશન્સ પણ રાખે છે. લોકોને રશ્મિકા કરતા તૃપ્તી અને રણબીરનો પ્લોટ ગમ્યો હતો અને તેનું કારણ તૃપ્તી-રણબીરના હોટ સિન્સ હતા.
જોકે આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ હતી અને તેનું કારણ ફિલ્મની વાર્તા, હિંસા સાથે આ સિન્સ પણ હતા, પણ એક કીસ કરી તૃપ્તી ફેમસ થઈ ગઈ. ત્યારબાદ તેની જૂની ફિલ્મ લૈલામજનુ રિ-રિલિઝ થઈ હતી. આ ઉપરાંત તેણે બેડ ન્યૂઝમાં ફરી વિકી કૌશલ સાથે હોટ સિન્સ આપ્યા હતા. પણ હવે તેણે આ માટે અફસોસ વ્યક્ત કર્યો છે.

તૃપ્તીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે એનિમલનો કિસિંગ સિન કરી તેને ઘણો પસ્તાવો થયો. તે રૂમમાં બેસીને રડતી હતી. તેને સોશિયલ મીડિયા પર ગંદી કમેન્ટ્સ પણ આવતી હતી.
હવે એક તો તમે સસ્તી પબ્લિસિટી મેળવવા આવા સિન્સ આપો, તેના મળે એટલા ફાયદા લો અને પછી કહો કે મને પસ્તાવો થાય છે તે કેમ ચાલે.
આ પણ વાંચો…તૃપ્તિ ડિમરીનો જાદુ: રાતોરાત વધી ફી, આટલા કરોડનો ચાર્જ લે છે!