મનોરંજન

Bollywood: Tripti Dimriiએ ફરી લગાવી આગ, સૉંગ રિલિઝ થતાં જ લાખો વ્યુ

એનિમલ ફિલ્મમાં ઝોયા બની એક સેન્સેશલ સૉંગ દ્વારા રાતોરાત સ્ટાર બની જનારી તૃપ્તી ડિમરીએ ફરી આગ લગાવી દીધી છે. વિકી કૌશલ સાથેના તેના ગીતે રિલિઝ થતાની સાથે જ લાખો વ્યુ મેળવ્યા છે. આ ગીતમાં તૃપ્તી એકદમ હૉટ અને સેન્સેશનલ લાગ રહી છે અને વિકી સાથે તેની કેમેસ્ટ્રી પણ જામી છે.

વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યૂઝ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે, ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મનું નવું ગીત જાનમ… તાજેતરમાં રિલીઝ થયું છે, જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
આ ફિલ્મમાં તમને રોમેન્ટિક-કોમેડી સાથે પ્રેમ ત્રિકોણ પણ જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, તે પણ લોકોને ખૂબ ગમ્યું છે. આ સિવાય ફિલ્મનું પહેલું ગીત તૌબા તૌબા તાજેતરમાં જ રિલીઝ થયું છે, જેણે રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ત્યારે હવે ફિલ્મનું વધુ એક નવું ગીત રિલીઝ થયું છે. તૃપ્તી ડિમરી ને વિકીના ઈન્ટિમેટ સિન અને સ્વિમિંગ પુલના સિન્સ ભારે વાયરલ થયા છે.

ફિલ્મના આ ગીતનું નામ ‘જાનમ’ છે, જેમાં વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીએ ખૂબ જ ઈન્ટીમેટ સીન્સ કર્યા છે. બિકીનીમાં તૃપ્તિ ક્યારેક સ્વિમિંગ પૂલમાં, ક્યારેક પલંગ પર તો ક્યારેક ડાઇનિંગ ટેબલ પર પોતાની સુંદરતા બતાવતી જોવા મળે છે. તૃપ્તિ ડિમરીએ આ ગીતમાં વિકી સાથે એવા દ્રશ્યો આપ્યા છે, જેને જોઈને લોકો ઘાયલ થઈ જાય છે. આ બંને ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યા છે. તેની હોટનેસ જોવા માટે લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. જો તમે હજુ સુધી આ ગીતનો વિડિયો ન જોયો હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ચોક્કસ જુઓ.

કોમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ ‘બેડ ન્યૂઝનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર છે. આ ફિલ્મ 19 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં નેહા ધૂપિયા પણ એક્ટિંગ કરતી જોવા મળશે. વર્ષ 2019માં રિલીઝ થયેલી કરીના કપૂર અને અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝની જેમ આ ફિલ્મની વાર્તા પણ એક બાળકની આસપાસ ફરે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button