હવે Tripti Dimri કોની સાથે નીકળી બાઇક સવારી પર? તસવીરો વાઈરલ…

મુંબઈ: રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ફિલ્મમાં પોતાની અદાઓથી યુવાઓને ઘેલું લગાડનારી અને રાતોરાત નેશનલ ક્રશ બની જનારી તૃપ્તી ડિમરી (Tripti Dimri) પાસે હવે ફિલ્મોની કોઇ અછત નથી અને એક પછી એક ફિલ્મ મેકરો તેને પોતાની ફિલ્મમાં લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
હાલમાં જ તૃપ્તીએ વિકી કૌશલ સાથે ‘બેડ ન્યુઝ’ ફિલ્મમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં પણ ‘જાનમ’ ગીતમાં વિકી સાથેના તેના બોલ્ડ સીન્સ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા.
હવે ફરી એક વખત તૃપ્તી ચર્ચામાં છે અને તેની અમુક તસવીરો ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. જોકે આ તસવીરો કોઇ ફિલ્મ કે ફિલ્મના ગીતની કે તૃપ્તીના કોઇ ખાસ ફોટોશૂટની નથી, પરંતુ એક અભિનેતા સાથેની છે.
તૃપ્તી ડિમરી હવે ‘સ્ત્રી-2’ ફિલ્મની સફળતાનો જશ્ન મનાવી રહેલા ટેલેન્ટેડ અભિનેતા રાજકુમાર રાવની સાથે એક ફિલ્મમાં જોવા મળશે જેનું નામ છે ‘વિકી ઔર વિદ્યા કા વહ વાલા વીડિયો’. આ ફિલ્મના જ પ્રમોશન માટે આજકાલ તૃપ્તી અને રાજકુમાર રાવ બંને સાથે જોવા મળી રહ્યા છે. જોકે ફિલ્મનું અલગ જ રીતે પ્રમોશન કરતા બંને સિતારાઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.
આ પણ વાંચો: ટીવી એક્ટ્રેસના ઘરે આવ્યું નાનકડો મહેમાન, વીડિયો શેર કરીને જણાવ્યું નામ…
તસવીરમાં રાજકુમાર રાવ વધેલી દાઢી-મૂંછ અને ગોગલ્સ પહેરેલો દેખાય છે જ્યારે તેની સાથે તૃપ્તી સાડી અને બ્લેક આયવેર પહેરેલી નજરે ચઢે છે. બંને જણ બાઇક ઉપર ફરીને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા ત્યારની આ તસવીરો છે. જે બાઇક ઉપર ફરતા ફરતા બંને પ્રમોશન કરી રહ્યા હતા તે બાઇક પર બેસીને અને તેની પાસે ઊભા રહીને પેપેરાઝી માટે તેમણે ઘણા બધા પોઝ આપ્યા હતા.
મીડિયા ફોટોગ્રાફર્સે પણ મન ભરીને બંનેની તસવીરો લીધી હતી. બાઇક પર બેઠેલા બંને મનપસંદ સ્ટાર્સ અને તેની પાછળ યુનિફોર્મમાં ઊભેલો એક બેન્ડ-બાજા વાળો, આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને ફેન્સ પણ વિચારી રહ્યા છે કે શા માટે બંને જણ બાઇક પર ફરીને પ્રમોશન કરી રહ્યા છે અને તે બેન્ડ વાળો શા માટે તેમની સાથે છે? આ વિશે તમને કંઇ જાણ છે ખરી?