મનોરંજન

નવો નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી હવે કાર્તિક આર્યન સાથે જોવા મળશે આ હિટ ફિલ્મની સિકવલમાં

મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના દરેક અભિનેતા અને અભિનેત્રીએ ઘણી લાઇમલાઇટ મેળવી હતી. તેમાં ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરી આ ફિલ્મ પછી એક મોટી સ્ટાર તરીકે ઉભરી છે. તે આજે લાખો લોકો માટે ‘નેશનલ ક્રશ’ બની ગઈ છે. તેમજ તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી ગઈ છે. ત્યારે કેટલીક માહિતી પ્રમાણે અભિનેત્રીને એક મોટી ફિલ્મ મળી છે જેમાં તે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન સાથે સક્રીન શેર કરતી જોવા મળશે.

ત્યારે કાર્તિક આર્યનની ફિલ્મ આશિકી 3 વિશે ઘણી અફવાઓ ઉડતી રહે છે. ગયા વર્ષે કાર્તિક આર્યન અનુરાગ બાસુની આશિકી 3માં કામ કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યારથી ફિલ્મની મુખ્ય અભિનેત્રીના નામને લઈને અટકળો ચાલુ છે. થોડા સમય પહેલા જ એવું જાણવા મળ્યું હતું કે આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તારા સુતારિયા જોવા મળી શકે છે. જો કે હવે તૃપ્તિ ડિમરી તેમાં લીડ રોલ કરી શકે છે. તેવી વાત વહેતી થઈ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરીએ તો ટૂંક સમયમાં જ આ જોડી ફિલ્મનું શુટિંગ શરી કરશે.

જો કે હાલમાં નિર્માતા કે અભિનેત્રી આ વિશે કંઈ જણાવ્યું નહોતું. ફિલ્મની વાત કરીએ તો આશિકી 3નું નિર્દેશન અનુરાગ બાસુ કરી રહ્યા છે. ભૂષણ કુમાર તેનું નિર્માણ કરી રહ્યા છે. પ્રીતમ તેના સંગીતકાર તરીકે છે. થોડા સમય પહેલા કાર્તિકે એક પોસ્ટ શેર કરી હતી જેમાં અરિજીત સિંહના અવાજમાં ફિલ્મના ગીત ‘અબ તેરે બિન જી લેંગે હમ’નો નાનો ભાગ સંભળાયો હતો. ત્યારે ફેન્સ આ ફિલ્મ માટે ઘણા ઉત્સાહિત છે. જો કે આશિકી 3 સિવાય ભૂલ ભૂલૈયા 3માં પણ કાર્તિક જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…