મનોરંજન

याद किया दिलने: અભિનેત્રી બન્યા પહેલા આઝાદીની લડાઈ પણ લડી છે આ ગુજરાતણે

કપાળ પર મોટો ચાંદલો અને ચહેરા પર સશક્ત મહિલાના ભાવ સાથે દરેક રોલ બખૂબી નિભાવનાર આપણા ગૌરવવંતા ગુજરાતણ દીના પાઠકનો આજે જન્મદિવસ છે. 4 માર્ચ 1922ના રોજ અમરેલી, ગુજરાત ખાતે જન્મેલાં દીના પાઠક ગુજરાતી થિયેટરનાં દિગ્દર્શક પણ રહ્યાં છે. તેમણે બોમ્બે કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને વિદ્યાર્થીકાળ દરમિયાન બ્રિટિશ હુકુમત સામે લડવા નાટકોને માધ્યમ બનાવ્યું હતું. તેમની આવી ચળવળને લીધે તેમને કૉલેજમાં કાઢી મૂકવામાં આવ્યાના પણ અહેવાલો છે.

Dina Pathak. Courtesy Ratna Pathak Shah/Supriya Pathak.

દીના પાઠકની ખૂબ લાંબી ફિલ્મી કરિયરમાં લગભગ 120 ફિલ્મોમાં તેમણે પોતાના અભિનયના જાદુથી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. ભલે આજે તે આ દુનિયામાં નથી, પણ તેમની ફિલ્મો અને તેમના સંઘર્ષ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમનાં લગ્ન બલદેવ પાઠક સાથે થયા છે અને તેમને રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક નામની બે પુત્રીઓ છે. બલદેવ પાઠક ટેલર હતા અને ફિલ્મ સ્ટારના કપડા સિવતા. દીનાએ ઘણા સંઘર્ષના દિવસો કાઢ્યા. દીનાએ ખૂબ જ નાની ઉંમરે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે લાંબા સમય સુધી મહિલા કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું અને નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનના પ્રમુખ પણ બન્યાં હતાં.

Dina Pathak (left) in the play Vijaya, produced by Nat Mandal in the late 1940s. Courtesy Ratna Pathak Shah/Supriya Pathak.

તેમની લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાં, કરિયાવર, ભવની ભાવાઈ, મળેલા જીવ અને મોતી બાનો સમાવેશ થાય છે. દીના તેના સમયની સૌથી ફેવરિટ અભિનેત્રીઓમાંની એક હતી, તેમને ઉમરાવ જાન, મોહન જોશી હજીર હો, મિર્ચ મસાલા અને કોશિશ, ગોલમાલ જેવી ઘણી ફિલ્મોમાં તેમનાં દમદાર અભિનય માટે યાદ કરવામાં આવે છે. ગુજરાતી ફિલ્મ કરિયાવર’થી તેની શરૂઆત કરી હતી પરંતુ માત્ર એક જ ફિલ્મ કર્યા પછી તે થિયેટરમાં જોડાઈ ગયાં. થોડા સમય બાદ ફિલ્મોમાં પાછા ફર્યા અને ફરી એટલા જ યાદગાર ફિલ્મો તેમણે આપી.

Supriya Pathak and Ratna Pathak in the 1970s. Courtesy Ratna Pathak Shah/Supriya Pathak.

દિનાએ 11 ઓક્ટોબર, 2002ના રોજ મુંબઈમાં 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દીના પાઠકની તમામ ફિલ્મોના તમામ કીરદારોમાં એક વાત કૉમન હતી, તેમના ચહેરાના હાવભાવમાં ક્યારેય બિચારાપણું દેખાતું ન હતું. તેમણે ગમે તેવી સંઘર્ષ કરતી સ્ત્રીની ભૂમિકા ભજવી હશે તો પણ તેઓ દયામણા ક્યારેય ન હતા લાગતા. એક પ્રકારની ઊર્જા અને સાકારાત્મકતા તેમનાં ચહેરા પર જોવા મળશે. આ જ રીયલ લાઈફની દીના હતી.
તેમને શ્રદ્ધાંજલિ…

The Nat Mandal theatre group during a rehearsal. Courtesy Ratna Pathak Shah/Supriya Pathak.
Dina Pathak in Mirch Masala (1987). Courtesy National Film Development Corporation.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ