મનોરંજન

છૂટાછેડા પછી એઆર રહેમાને બદનક્ષી કરનારાઓને….

સિનેમા જગતના જાણીતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાન આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમણે પત્ની સાયરા બાનુ સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને જાણ કરી હતી કે તેઓ પરસ્પર સંમતિથી પત્નીથી અલગ થઈ રહ્યો છે. તેઓએ વિચાર્યું હતું કે તેઓ 30 વર્ષથી વધુ સમય સુધી આ સંબંધમાં રહેશે, પરંતુ એવું ન થયું. અને તેમના સંબંધો 29 વર્ષ પછી તૂટી ગયા. એ આર રહેમાનના છૂટાછેડા પછી તરત જ, બેઝિસ્ટ મોહિની ડેએ પણ અલગ થવાની જાહેરાત કરી હતી. આને કારણે તેની સાથે એઆર રહેમાનના અફેરની ચર્ચા થવા લાગી હતી. આવી સ્થિતિમાં, સંગીતકારે મોહિની ડે સાથે તેનું નામ જોડનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે.

તેમનું નામ બેઝિસ્ટ મોહિની ડે સાથે જોડાયા પછી, એઆર રહેમાને ‘બદનક્ષી કરનારાઓ’ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કાનૂની નોટિસ મોકલી છે. શનિવાર, 23 નવેમ્બરના રોજ, રહેમાને સોશિયલ મીડિયા પર એક કાનૂની નોટિસ શેર કરી હતી. આ પોસ્ટ બહુ લાંબી છે. આ પોસ્ટમાં એઆર રહેમાને યુટ્યુબ ચેનલો પાસેથી તેના અને મોહિની ડેના કથિત અફેરનો વીડિયો હટાવવાની માંગ કરી છે. આ નોટિસ બાદ લોકો સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મોહિની ડે એ આર રહેમાનના બેન્ડની સભ્ય અને ગિટારવાદક છે. તે વર્ષોથી એ આર રહેમાન સાથે કામ કરી રહી છે અને તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આને કારણે જ્યારે બંનેએ લગભગ સાથે જ તેમના સાથીદારથી અલગ થવાની જાહેરાત કરી, જેનાથી ચાહકો શંકામાં મૂકાયા હતા અને પછી લોકોએ બંનેને એકબીજા સાથે જોડવા લાગ્યા હતા. લોકોએ બંને વચ્ચે અફેરની અટકળો પણ શરૂ કરી હતી, જેને કારણે એ આર રહેમાને હવે આ પગલું ભર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button