મનોરંજન

TMKOCની આ એક્ટ્રેસ બનશે દુલ્હનિયા…

Tarak Mehta Ka Ooltah Chashmahની એક આખી અલગ જ ફેન ક્લબ છે અને દાયકાઓની સફર બાદ પણ આ શો હજી પણ દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે અને હવે આ શો સાથે સંકળાયેલી એક્ટ્રેસને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. આ TMKOCમાં આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનુનો રોલ કરી ચૂકેલી એક્ટ્રેસ ઝીલ મહેતા લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે.

જોકે, આવું અમે નહીં પણ એક્ટ્રેસના લેટેસ્ટ વીડિયોને જોઈને ફેન્સ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ઝીલનો બોયફ્રેન્ડ પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે અને આ વીડિયો જોઈને ફેન્સ રિએક્શન અને કમેન્ટ્સ કરી રહ્યા છે, જ્યારે ઝીલના ફ્રેન્ડ્સ અને બીજા સેલેબ્સ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


28 વર્ષીય ઝીલ મેહતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે જેમાં તે પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આંખો પર પટ્ટી બાંધીને એક્ટ્રેસ વેન્યુ પર એન્ટ્રી કરે છે, જ્યાં સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તેનો બોયફ્રેન્ડ તેને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે છે અને ઝીલ પણ પ્રપોઝલ એક્સેપ્ટ કરી લે છે.
આ વીડિયોની કેપ્શનમાં ઝીલે લખ્યું હતું કે કોઈ મિલ ગયા, મેરા દિલ લે ગયા.. અને એની સાથે જ એક્ટ્રેસ હાર્ટ અને સ્માઈલીની સાથે સાથે નજર ના લાગેવાળું ઈમોજી પણ શેર કર્યું છે.

શોમાં ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા ભવ્ય ગાંધીએ આ પોસ્ટ પર હાર્ટવાળું ઈમોજી શેર કર્યું છે અને ફેન્સ પણ ઝીલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું ભાઈ સંભાળીને, અમારી ચાઈલ્ડહુડ ક્રશ છે… બીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે દૂર ખૂણામાં ટપ્પુ રડી રહ્યો હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝીલ મેહતાએ કેટલાય વર્ષો સુધી આસિત મોદીના આ ટીવી શોમાં આત્મરામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુ ભીડેનો રોલ નિભાવ્યો હતો અને દર્શકોએ તેને ખૂબ જ પસંદ પણ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો