TMKOC: જેઠાલાલ અને બબીતાજી વચ્ચે છે ખૂબ જ ખાસ સંબંધ, સામે આવ્યું ચોંકાવનારું કારણ…

લોકપ્રિય ટીવી શોની વાત થઈ રહી હોય અને એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ ના આવે તો જ નવાઈ. 17 વર્ષથી અવિતરપણે દર્શકોનું મનોરંજન કરી રહેલાં આ શોની ફેનફોલોઈંગ એકદમ તગડી છે.
નાનાથી મોટા તમામ લોકોને આ શો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હવે આ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ ગડા ઉર્ફે દિલીપ જોષી અને બબીતાજી એટલે કે મુનમુન દત્તાના સંબંધોને લઈને ખૂબ જ ખુલાસો થયો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલમાં જેઠાલાલ અને બબીતાની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. બંને જણની ક્યૂટ જોડી ખૂબ જ પસંદ છે.
પરંતુ શું તમને ખબર છે કે દિલીપ જોષી અને મુનમુન દત્તા વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી નહીં પણ એના પહેલાંથી સંબંધ છે. 20 વર્ષ પહેલાં એટલે કે 2004માં મુનમુન દત્તા અને દિલીપ જોષીએ એક શો સાથે કર્યો હતો અને ત્યારથી જ બંને જણ સારા મિત્રો છે.

મુનમુન દત્તા અને દિલીપ જોષીએ હમ સબ બારાતી શોમાં સાથે જોવા મળ્યા હતા. આ શોમાં મુનમુન મીઠીની ભૂમિકા કરી હતી તો દિલીપ જોષીએ નાથુ મહેતાની ભૂમિકા ભજવી હતી. આ શોની સ્ટોરી અરેન્જ મેરેજની આસપાસ વણવામાં ફરી રહી હતી.
આ શોમાં દિલીપ અને મુનમુન સિવાય ડેલનાઝ ઈરાની, ટીક તલસાનિયા, ભાવના બલસાવર જેવા કલાકારોએ હિસ્સો લીધો હતો. આ શોના 79 એપિસોડ ઓન એર થયા હતા. આ રીતે બબીતાજી અને જેઠાજીની દોસ્તી 20 વર્ષ કરતાં પણ જૂની છે અને ત્યારથી ચાલી આવેલી આ મિત્રતા આજે પણ અકબંધ છે.
મળતી માહિતી મુજબ મુનમુન દત્તાએ આ શોમાં પોતાની સુંદરતા અને એક્ટિંગથી લોકોના દિલ જિત્યા હતા. આ શો પૂરો થયા બાદ દિલીપ જોષીએ મુનમુન દત્તાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે ઓડિશન આપવા જણાવ્યું હતું અને આમ ગોકુલધામ અને અય્યરભાઈને તેમની બબીતાજી મળ્યા હતા.
તારક મહેતામાં દર્શકોને જેઠાજી અને બબીતાજીની દોસ્તી ખૂબ જ ગમે છે અને તેઓ બંનેને સાથે જોવા માટે આતુર હોય છે.
આ પણ વાંચો…TMKOC લવર્સ માટે ગુડ ન્યુઝ, ગોકુલધામમાં ફરી ગૂંજી ઉઠશે સુનતે હો ટપ્પુ કે પાપા…