તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ સ્ટાર છે દુઃખમાં, પોસ્ટ કરીને આપી માહિતી…

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અને લાંબા સમયથી ઓન એર થનારા શોની વાત થતી હોય અને એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ સૌથી પહેલાં આવે. આ શો દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ આવે છે. જેઠાલાલ, બબીતાજી, ટપ્પુ, બાપુજી, મહેતાસાહેબ, ભીડે, સોઢી, અબ્દુલ જેવા કેરેક્ટર આ શોમાં પ્રાણ ફૂંકે છે. આ શોમાં બબીતાજીનો રોલ કરનાર એક્ટ્રેસ મુનમુન દત્તાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આ એક્ટ્રસ હાલમાં મુશ્કેલીમાં છે અને તેને પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખુદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી અને એવી તે શું મુશ્કેલી આવી પડી છે-
આ પણ વાંચો: …તો આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ અને મિસ્ટર અય્યર વચ્ચેના પંગાનું કારણ?
મુનમુન દત્તા હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને તેણે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાક સમયથી તેની મમ્મીની તબિયત સારી નથી અને તે હોસ્પિટલ એડમિટ છે. આ જ કારણે તે સોશિયલ મીડિયા પણ દૂર જ છે.
બબીતાજીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાની માતાના હેલ્થનું અપડેટ આપ્યું હતું. તેણે પોતાની સ્ટોરીમાં લખ્યું હતું કે હું લાંબા સમયથી ઈનએક્ટિવ છું. મારી માની તબિયત સારી નથી અને હું છેલ્લાં 10-12 દિવસથી હોસ્પિટલના ચક્કર કાપી રહી છું. હવે એની તબિયત સુધરી રહી છે અને તે સાજી થઈ જશે.
આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આ સ્ટાર પાસે નહોતા પીજીનું રેન્ટ આપવાના પૈસા, પણ…
સોશિયલ મીડિયા પર મુનમુન દત્તાની આ પોસ્ટ તૂફાન વાઈરલ થઈ રહી છે અને ફેન્સ તેની માતાની સ્પીડી રિકવરી માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. એક્ટ્રેસે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે પણ વાત કરી હતી. મુનમુને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ કરવું ખૂબ જ થકવી નાખનારું છે, પણ હું મારા મિત્રોની આભારી છું કે તેમણે મને આ સમયમાં ખૂબ જ સાથ આપ્યો છે. ઈશ્વર મહાન છે.
મુનમુન દત્તા વિશે વાત કરીએ તો તે ઈન્ડસ્ટ્રીનો એક ખૂબ જ જાણીતો ચહેરો છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાદ તો ખાસ્સું એવું નેમ અને ફેમ મળ્યું હતું. છેલ્લાં 17 વર્ષથી તેઓ આ શોનો હિસ્સો છે. દર્શકોને મુનમુનની એક્ટિંગ ખૂબ જ પસંદ આવે છે અને એમાં પણ જેઠાલાલ અને તેની કેમેસ્ટ્રી શોમાં એક ખાસ એલિમન્ટ એડ કરે છે.