મનોરંજન

TMKOCનો આ કલાકાર નેગેટિવ રોલથી કરશે ટીવી સિરયલમાં કમબેક?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતા વિશે કોઈ જ શંકા નથી અને શોના દરેકે દરેકે કેરેક્ટરે દર્શકોના મન પર પોતાની એક અલગ છાપ છોડી છે. હવે આ જ સિરીયલમાં માસુમ અને નટખટ એવા ટપ્પુની ભૂમિકા કરીને લોકોના દિલ પર રાજ કરનારા ભવ્ય ગાંધીને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. જો હેડિંગ વાંચીને તમે એવું વિચારી રહ્યા હોવ કે ટપ્પુ TMKOCમાં જ નેગેટિવ રોલ સાથે કમબેક કરવાની તૈયારી છે તો એવું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભવ્યનું નામ સોની સબના જ એક લોકપ્રિય શો પુષ્પા ઈમ્પોસિબલ સાથે જોડાયું છે.

પુષ્પા ઈમ્પોસિબલ ટીવી સિરીયલમાં પુષ્પા ફેમ કરુણા પાંડેની પ્રેરણાદાયી સફરમાં ભવ્ય અવરોધ ઊભા કરશે. ભવ્યની એન્ટ્રીથી જ પુષ્પા અને એના પરિવારના જીવન પર નવું જોખમ તોળાઈ રહ્યું છે. TMKOCમાં નિર્દોષ અને મસ્તીખોર ટપ્પુની ભૂમિકા કરનારો ભવ્ય હવે પુષ્પા ઈમ્પોસિબલમાં વિલનના રોલમાં જોવા મળશે. પુષ્પાની જિંદગી બદબાદ કરવાના મકસદ સાથે જ ભવ્યની શોમાં એન્ટ્રી થશે અને શોમાં તેનું નામ પ્રભાસ છે.

ભવ્યેએ જણાવ્યું હતું કે પ્રભાસનો રોલ મારા માટે એક પડકારજનક રોલ છે અને મારા માટે આ અનુભવ સારો રહેશે. હું પહેલી જ વખત નેગેટિવ રોલ કરી અને મારી આ ભૂમિકા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પુથી એકદમ અલગ રહેવાની છે. પ્રભાસ એક ન હરાવી શકાય એવું અને ખૂબ જ હેરાન કરનારું કેરેક્ટર છે.

આ પણ વાંચો : Gurucharan Singh બાદ TMKOCનો વધુ એક કલાકાર થયો Missing?

પ્રભાસ બહારથી ભલે શાંત દેખાય છે, પણ તેની અંદર ઘણું બધું ચાલતું હોય છે. તેણે પોતાની અંદર ઘણું બધું છુપાવી રાખ્યું છે. સોની સબ જેવી હોમ ચેનલ પર આ પ્રકારના અઘરા કેરેક્ટર સાથે કમબેક કરવું મારા માટે અવિશ્વસનીય અને એકદમ રોમાંચક રહેશે, એવું તેણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કર્યા બાદ ભવ્ય ગાંધીએ શોને અલવિદા કહ્યું હતું અને ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. હવે ફરી એક વખત પુષ્પા ઈમ્પોસિબલ જેવી લોકપ્રિય ટીવી સિરીયલમાં નેગેટિવ કેરેક્ટર કરીને કમબેક કરનાર ભવ્ય ગાંધી દર્શકોને એટલો પસંદ આવે છે કે નહીં એ તો સમય જ કહેશે…

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…