અત્યાર સુધી તમે ચોક્કસ જ નહીં જોયો હોય Jr. NTRનો આ ખૂંખાર… એક વખત જોઈ લેશો તો…
લાંબા સમયથી દર્શકો જે ફિલ્મની રાહ જોઈ જઈ રહ્યા હતા એ જુનિયર એનટીઆર સ્ટારર દેવરા પાર્ટ-1નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. દર્શકો લાંબા સમયથી આ ફિલ્મની એક ઝલક જોવા માટે આતુક હતા. ટ્રેલરમાં જુનિયર એનટીઆરનું એકદમ પાવરપેક પર્ફોર્મન્સ જોવા મળે છે અને જ્હાન્વી કપૂર સાથેની તેની કેમેસ્ટ્ર્રી પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરની તો ટ્રેલરની શરૂઆત થાય છે દમદાર ડાયલોગથી અને આ ડાયલોગ એવો છે કે પ્રાચીન સમયમાં નરકાસુર નામનો રાક્ષસ રહેતો હતો. તે લોકોને ખૂબ હેરાન કરતો હતો. આ ટ્રેલરમાં જુનિયર એનટીઆરનો વિકરાળ અવતાર જોવા મળ્યો છે આ સાથે સાથે જ ટ્રેલરમાં સૈફ અલી ખાનની એક આછેરી ઝલક પણ જોવા મળી છે.
ધડક ગર્લ જ્હાન્વી કપૂર પણ આ ફિલ્મથી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફેન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ પહેલા ફિલ્મના બે ગીત ‘ધીરે ધીરે’ અને ‘દાવુડી’ પણ રિલીઝ થઈ ગયા છે, જેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ દેવરા પાર્ટ-1એ એક તેલુગુ એક્શન ડ્રામા ફિલ્મ છે જે 27મી સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ફિલ્મનું બજેટ આશરે 300 કરોડ રૂપિયા છે.
જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય પ્રકાશ રાજ, મિકા શ્રીકાંત, શાઈન ટોમ ચાકો અને ચૈત્રા રોય પણ આ મોટા બજેટની ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.