મનોરંજન

ટાઇગર-કૃતિની જોડી ફરીવાર આવી પહોંચી, ગણપતનું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

જેની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા એ ‘ગણપત- અ હીરો ઇઝ બોર્ન’નું ટ્રેલર આખરે રિલીઝ થઇ ચુક્યું છે. ફિલ્મમાં ફરી એકવાર ટાઇગર શ્રોફ અને ક્રિતી સેનનની જોડી જોવા મળશે. ઉપરાંત આ ફિલ્મમાં બોલીવુડના બીગબી અમિતાભ બચ્ચન પણ એક ખાસ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

હીરો વો હોતા હૈ જો અપને લિયે નહી અપનોં કે લિયે લડતા હૈ- આ પ્રકારના ધાંસુ ડાયલોગ સાથે ટાઇગરનું દમદાર એક્શન, ક્રિતી સેનન સાથેનો રોમાન્સ અને અમિતાભ સાથેની ટક્કર દર્શકોને સિનેમાઘરો તરફ પહોંચવા મજબૂર કરી દેશે.

વિકાસ બહલની આગામી એક્શન ઓરિએન્ટેડ ફિલ્મ ‘ગણપત’માં તમને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ જોવા મળશે. VFXનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં મશીન ગનથી લઈને ઘણી નવી વસ્તુઓ જોવા મળી છે. ગ્રાફિક્સ જોઈને લાગી રહ્યું છે કે, મેકર્સે પાણીની જેમ પૈસા વાપર્યા છે.

ફિલ્મ ગણપત 20 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button