મનોરંજન

ટાઇગર-3માં આગળની બે ફિલ્મો કરતા વધારે એક્શન સીન…

સલમાન ખાન અને કેટરિના કૈફની જોડીને ફરી જોવા માટે દર્શકો ક્યારનાય રાહ જોઇ રહ્યા હતા ત્યારે ફિલ્મ ‘ટાઈગર 3’નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં એક્શન અને ડાયલોગની ભરમાર છે. કેટરિના કૈફ અત્યાર સુધી બંને ફિલ્મો કરતાં આ ફિલ્મમાં એક્શન અને લડાઈ કરતી જોવા મળે છે. ખાસ ઇન્ટ્રેસ્ટિંગ સીન કેટરીના કૈફની ટુવાલ ફાઈટ અને સલમાન ખાનનો લુક અત્યારે દર્શકોમાં ચર્ચાનો વિષય છે. સલમાનનો આ લુક શૂટિંગ દરમિયાન જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. ટ્રેલરમાં સલમાન પણ અલગ-અલગ લુકમાં જોવા મળી રહ્યો છે.

‘ટાઈગર 3’માં ઈમરાન હાશ્મી મુખ્ય વિલન છે. ટ્રેલરની શરૂઆતમાં સલમાન ખાનની ઝલક જોવા મળે છે જેમાં તેણે સ્કાર્ફ વડે પોતાનો ચહેરો છુપાવીને બાઇક પર એક્શન ફાઈટ કરતો જોવા મળે છે. તેનું બેકગ્રાઉન્ડ થીમ મ્યુઝિક તેને બીજા ફાઇટ સીન કરતી અલગ બનાવે છે.


કેટરીના કૈફ અને સલમાનની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જો કે ટીઝર જોઇને એટલો તો આઇડીયા આવી જ જાય છે કે કોઈએ ટાઈગરના પરિવારનું અપહરણ કર્યું છે અને અપહરણકર્તા ટાઈગરને એક ટાસ્ક આપે છે, જે પૂરું કરવા માટે તે પાકિસ્તાન પહોંચી જાય છે. પરંતુ છેક છેલ્લે ખબર પડે છે કે તેને પાકિસ્તાન બોલાવવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button