Amitabh Bachchanની બર્થડે પાર્ટીમાં Rekhaને કોણે બાથરૂમમાં પૂર્યા?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે લવ સ્ટોરીઝ વાત ચાલી રહી હોય અને એમાં રેખા અને અમિતાભ બચ્ચન, સલમાન ખાન-ઐશ્વર્યા રાય-બચ્ચન, રણવીર સિંહ- દિપીકા પદૂકોણ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલીના નામ ના આવે તો જ નવાઈ. પરંતુ આજે આપણે અહીં વાત કરી રહ્યા છીએ રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી (Rekha-Amitabh Bachchan Love Story) વિશે… આ કિસ્સા વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે અને આ કિસ્સો ખૂબ જ રસપ્રદ છે.
વાત જાણે એમ છે કે આ કિસ્સો 11મી ઓક્ટોબર, 2002નો છે. એ સમયે અમિતાભ બચ્ચન પોતાના ખાસ મિત્રો અને પરિવારના લોકો સાથે 60મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. મુંબઈના એક મોટી હોટેલમાં આ બર્થડે પાર્ટીનું આોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જોવાની વાત એ હતી કે આ પાર્ટીમાં રેખા (Bollywood Actress Rekha)ને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું અને તેમ છતાં રેખા આ પાર્ટીમાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો : Aishwarya Rai બચ્ચનના ટ્રોલર્સને આ માણસે આપ્યો સટીક જવાબ
જ્યારે પાર્ટીમાં હાજર લોકોએ રેખાને આ પાર્ટીમાં જોઈ તો બધા દંગ રહી ગયા હતા અને આ સમાચાર મીડિયા સુધી પહોંચતા વાર નહીં લાગી. બસ પછી તો પૂછવું શું અનેક ફોટોગ્રાફર પહોંચી ગયા આ પાર્ટીમાં. આ બધું જોઈને રેખા એટલા બધા ડરી ગયા કે તેમને શું કરવું અને શું નહીં એ કંઈ સમજાયું નહીં અને તેમણે પોતાને બાથરૂમમાં લોક કરી લીધા.
રેખાએ પોતાની જાતને ત્યાં સુધી બાથરૂમમાં લોક રાખી કે જ્યાં સુધી બધા ફોટોગ્રાફર અને મીડિયા ત્યાંથી જતા ન રહ્યા. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રેખા નહોતા ઈચ્છતાં કે ફોટોગ્રાફર્સ અમિતાભ અને તેમના ફોટો સાથે ક્લિક કરે અને બંને વિશેના સમાચાર અખબારમાં છપાય.
અત્રે ઉલ્લેખનીય છે કે રેખા અને બિગ બીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને આ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા. પરંતુ બિગ બી પહેલાંથી પરિણીત હોવાને કારણે બંનેની લવ સ્ટોરીનું ધ એન્ડ થઈ ગયું, પણ આજે પણ રેખા અને બિગ બીના અફેયરના કિસ્સા ઈન્ડસ્ટ્રીમાં એકદમ ચર્ચિત છે…