બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરે અયોધ્યામાં રામલલા મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. અનુપમ ખેરે હનુમાનગઢી સહિત 21 ઐતિહાસિક હનુમાન મંદિરો પર ડોક્યુમેન્ટરી બનાવી છે. સિદ્ધપીઠ હનુમાન ગઢીથી લઇને સંકટમોચન સુધીના આઠ મંદિરો પર 5 મિનિટની દસ્તાવેજી ફિલ્મ તેમણે બનાવી છે. આ દરમિયાન રામલલા મંદિર અને મઠોની પણ તેમણે મુલાકાત લીધી હતી.
અનુપમ ખેરે કુલ 2 દિવસનો પ્રવાસ કર્યો હતો જે દરમિયાન તેમણે કનકભવન ખાતે રામલલા મંદિરની પૂજા અર્ચના કરી ત્યાંના પૂજારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે ભગવાન રામ અયોધ્યાના દરેક ખૂણામાં વસે છે. તેમજ અહીં પૂજા આરતી કરી તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે તેવું નિવેદન તેમણે આપ્યું હતું.
આ ઉપરાંત તેમણે વીડિયો કોલ દ્વારા તેમની માતાને મંદિરના દર્શન કરાવ્યા હતા. અને નિવેદન આપ્યું હતું કે જો તેમને રામલલાના જીવન અભિષેક સમારોહમાં આમંત્રણ આપે તો તેઓ તેમની માતાને લઇને જરૂરથી ત્યાં આવશે. અહીંના દરેક કણમાં ભગવાન બિરાજમાન છે તેવું તેમણે જણાવ્યું હતું.