આ Vetran Actor ઓળખાતા હતા ગરીબોના Amitabh Bachchan, એક્ટરે ખુદ કર્યો ખુલાસો…

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? અમે અહીં વાત કરી રહ્યા છીએ Disco Dancer Mithun Chakrabortyની… ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાં મિથુન ચક્રવર્તીની ગણતરી થાય છે અને તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ અને ડાન્સના જોર પર પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું હતું અને દર્શકોના દિલ પર રાજ કર્યું… પરંતુ શું તમને ખબર છે કે આપણા લાડકા મિથુનદાને ગરીબો કા અમિતાભ બચ્ચન તરીકે પણ ઓળખાય છે? સાંભળવામાં ભલે રમૂજી લાગે પણ આ કિસ્સો છે હકીકત છે. મિથુન ચક્રવર્તીએ ખુદ આ બાબતનો ખુલાસો કર્યો હતો.
80ના દાયકામાં બોલીવૂડમાં મિથુન ચક્રવર્તી સુપરસ્ટાર હતા અને આ જ એ સમય હતો કે જ્યારે બિગ બીણ પણ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. તેમના સ્ટારડમની સરખામણીએ અનેક સ્ટાર કલાકાર પણ ઝાંખા પડી રહ્યા હતા. આવી પરિસ્થિતિમાં મિથુન ચક્રવર્તીએ પોતાના માટે એક ખાસ સ્થાનનું નિર્માણ કર્યું હતુ અને આ જ સમયે મિથુનદાને લોકો ગરીબો કા અમિતાભ બચ્ચન તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક મુલાકાત દરમિયાન મિથુન ચક્રવર્તીએ ખુદ આ કિસ્સા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મારા માટે અત્યાર સુધીના સૌથી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ છે. અમિતાભ બચ્ચન એ સદીના મહાનાયક છે. એ સમયે બિગ બી મોટા બેનરની ફિલ્મ કરી રહ્યા હતા અને મારા પાસે આવું કોઈ મોટું બેનર નહોતું. પણ એ સમયે મારી ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો હતો અને આ જ કારણે લોકોએ એવું કહ્યું કે હું પણ અમિતાભ બચ્ચન છું, પણ ગરીબોનો…
મિથુનદાએ આગળ ઈન્ટરવ્યુમાં પણ જણાવ્યું હતું કે બિગ બી મોટા બજેટની ફિલ્મમાં કામ કરતાં હતા અને હું નાના બજેટની ફિલ્મોમાં કામ કરતો હતદો. એ સમયે બેજટ અનુસાર બંને પ્રકારની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો એવો વકરો કરતી હતી. હું અને અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આધારસ્થંભ હતા, એવું પણ લોકો કહેતા હતા અને મારા માટે આ અત્યાર સુધી મળેલી સૌથી મોટી કોમ્પ્લિમેન્ટ છે.
હાલમાં મિથુનદા તેમના સ્વાસ્થ્યને લઈને હેડલાઈન્સમાં છે. તબિયત બગડતાં મિથુનદાને કોલકાતા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે હાલમાં તેની તબિયત એકદમ સુધારા પર છે. જેને કારણે ફેન્સ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.