88 વર્ષે પોતાનું નામ બદલ્યું બોલીવૂડના આ દિગ્ગજ કલાકારે, હવેથી આ હશે નવું નામ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારની વાત થઈ રહી હોય અને જો એમાં આપણા સૌના લાડકા ધરમપાજીનું નામ ના આવે એ તો કઈ રીતે ચાલે? 88 વર્ષીય ધર્મેન્દ્રને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે હવે રહી રહીને આટલા વર્ષે ધર્મેન્દ્રજીએ પોતાનું નામ બદલ્યું છે. જી હા, બરાબર વાંચ્યું તમે. હવે તમને થશે ધર્મેન્દ્રજીને એવી તે શું જરૂર પડી કે આટલા વર્ષે નામ બદલવું પડ્યું અને આખરે આવું થયું ક્યારે? તો ચાલો સમય વેડફ્યા વિના જાણીએ મેળવીએ તમારા આ તમામ સવાલોના જવાબ…
વાત જાણે એમ છે કે આજે જ શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કૃતિ સેનન એક રોબોટની ભૂમિકામાં છે. હવે તમે એવું વિચારી રહ્યા હશો કે વાત આડે પાટ્ટે ચડી રહી છે અહીં ધરમપાજીના નામ બદલવાની વાત કરવાને બદલે હવે શાહિદ અને કૃતિની ફિલ્મની વાત કેમ થઈ રહી છે? પણ ધીરા પડો થોડા ફિલ્મનો અને ધરમપાજીના બદલાયેલા નામનો સંબંધ છે આ બંને વાતો વચ્ચે.
શાહિદ અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મમાં આપણા યંગ એટ હાર્ટ એવરગ્રીન ધરમપાજી પણ મહત્ત્વની ભૂમિકા જોવા મળી રહ્યા છે અને અહીંથી જ જાણ થઈ કે ધર્મેન્દ્રજીએ પોતાના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ધરમપાજીને તેમના નવા નામથી ક્રેડિટ આપવામાં આવી છે અને ધરમપાજીએ પોતાનું નામ બદલીને ધર્મેન્દ્ર સિંહ દેઓલ કરી નાખ્યું છે અને સ્ક્રીન પર પણ આ નામ જોવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધરમપાજીને ઈન્ડસ્ટ્રીમાં આવીને 64 વર્ષ થઈ ગઈ છે અને ત્યાર બાદ તેમણે આ પગલું લીધું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ છે તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા ફિલ્મ પહેલાં ધરમપાજી રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે જયા બચ્ચન અને શબાના આઝમી પણ જોવા મળ્યા હતા, એમાં પણ શબાના આઝમી સાથેના કિસિંગ સીને તો ફેન્સને એકદમ ચોંકાવી દીધા હતા.