સ્ટાઈલમાં Kareena Kapoor-Saif Ali Khanને પાછળ મૂકે છે પરિવારનો આ ખાસ સદસ્ય…

Saif Ali Khan-Kareena Kapoor-Khanનો નાનો દીકરે જેહ આજે ત્રણ વર્ષનો થઈ ગયો અને એના જન્મદિવસ માટે એક ગ્રાન્ડ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં જેહે જેટલા સ્ટાઈલિશ અંદાજમાં એન્ટ્રી લીધી હતી કે લોકો એકદમ દિલ હારી ગયા હતા.
બી-ટાઉનના નવાબ સૈફ અને બેગમ કરિના કપૂરના બંને દીકરા તૈમુર અલી ખાન અને જેહ બાબા પણ મમ્મી-પપ્પાથી તો સ્ટાઈલના મામલામાં એકદમ ચાર ચાસણી ચડે એવા છે. કરિના અને સૈફના નાના કાન કુંવર એટલે કે જેહ બાબા આજે 21મી ફેબ્રુઆરીના પોતાનો ત્રીજો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે અને પોતાની બર્થડે પાર્ટીમાં જેહ એકદમ સ્ટાઈલિશ અંદાજમાં પહોંચ્યો હતો.

બર્થડે બેશમાં જેહ બ્લેક ડેનિમ સાથે સફેજ ફૂલ સ્લીવ્ઝનો શર્ટ પહેરીને પહોંત્યો હતો. આ સાથે તેણે બ્લેક કલરનો વી નેકનો હાફ સ્લીવ્ઝનું સ્વેટર પહેર્યું હતું. આ સ્ટાઈલ તેના લૂકને વધુ કૂલ બનાવી રહ્યો છે. જેહે આ કૂલ આઉટફિટ સાથે સફેદ રંગના સ્નીકર્સ પહેર્યા હતા અને હેરસ્ટાઈલની વાત કરીએ તો જેહ બાબા સ્પાઈક્સ ટ્રાય કર્યું હતું. ટૂંકમાં વાત કરીએ તો બર્થડે બોય એકદમ ઝક્કાસ લાગી રહ્યો હતો.

જેહની સાથે એની કેર ટેકર અને નેની સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો અને તે એમની સાથે મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. જેહે પેપ્ઝને પણ એકથી ચઢિયાતા એક પોઝ આપ્યા હતા અને તેની આ નટખટ અદાઓએ લોકોનું દિલ જિતી લીધું હતું.

જેહને એના ત્રીજા જન્મદિવસ પર માસી કરિશ્મા કપૂર અને ફોઈ સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્હાલ વરસાવ્યું હતું. આ સિવાય સૈફ અને અમૃતાની દીકરી સારા અલી ખાને પણ જૈફને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી.