જૂન મહિનમાં આ OTT ફિલ્મ, વેબસિરિઝ લગાડશે જલસાનો તડકો | મુંબઈ સમાચાર

જૂન મહિનમાં આ OTT ફિલ્મ, વેબસિરિઝ લગાડશે જલસાનો તડકો

મુંબઈ: જૂન મહિનો ફિલ્મ અને વેબ સિરીઝના ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. એક તરફ થિયેટરમાં અક્ષય કુમારની ‘હાઉસફુલ 5’ ધૂમ મચાવી રહી છે, તો બીજી તરફ ઓટીટી પ્લેટફોર્મ પર એકથી એક ચડિયાતી ફિલ્મો અને સિરીઝની લાઈન લાગી છે. જૂનનો બીજો સપ્તાહ ખાસ રોમાંચક બનવાનો છે, કારણ કે આ સમયે હોરર-કોમેડીથી લઈને થ્રિલર જેવી અનેક ફિલ્મો અને સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં રાણા દગ્ગુબાતીની ‘રાણા નાયડૂ સીઝન 2’ જેવી લોકપ્રિય સિરીઝ પણ સામેલ છે. ચાલો, જાણીએ આ સપ્તાહે ઓટીટી પર શું ખાસ આવવાનું છે.

‘ધ ટ્રેટર્સ’ નામનો એક અનોખો શો પ્રાઇમ વિડિયો પર 12 જૂનથી શરૂ થશે. કરણ જોહર દ્વારા નિર્મિત આ શોમાં 20 સેલિબ્રિટી રાજસ્થાનના ભવ્ય સૂર્યગઢ પેલેસમાં રહેશે. અહીં ટ્રેટર્સની પસંદગી અને રોમાંચક ટાસ્કનો દૌર ચાલશે. દરેક એપિસોડમાં સેલિબ્રિટીઓ પાસે ઈનામની રકમ જીતવાની તક હશે, જે દરેક એપિસોડ સાથે વધતી જશે. આ શો દર્શકોને રોમાંચ અને મનોરંજનનો ડબલ ડોઝ આપશે.

આપણ વાંચો:  અબજોપતિ ફિલ્મસ્ટાર્સની તિજોરીની ચાવી છે આ ગુજરાતી પાસેઃ જાણો કોણ છે અને શું કરે છે

13 જૂનથી નેટફ્લિક્સ પર ‘રાણા નાયડૂ સીઝન 2’ સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં રાણા દગ્ગુબાતી, સુરવીન ચાવલા, વેંકટેશ અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે. આ સીઝનમાં રોમાંચક વણાંકો સાથે રાણા પોતાના પરિવાર માટે ગેરકાયદેસર વ્યવસાય છોડીને આગળ વધવાનો પ્રયાસ કરે છે.

‘કેસરી ચેપ્ટર 2’ થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ 13 જૂનથી જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે જોવા મળ્યા છે. આ ફિલ્મ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછીની ઘટનાઓ પર આધારિત છે અને દેશભક્તિની ભાવના જગાડે છે.

‘પદક્કલમ’ એક મલયાલમ સુપરનેચરલ કેમ્પસ કોમેડી ફિલ્મ છે, જે 11 જૂનથી જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મ એક કોલેજની રમૂજી અને રહસ્યમય કહાની રજૂ કરે છે, જે દર્શકોને હળવું મનોરંજન આપશે.

Back to top button