નેશનલમનોરંજન

ઉફ્ફ, આ નેશનલ ક્રશનું દિલ આવી ગયું આ લાડલી પર…વીડિયો વાઈરલ

નવી દિલ્હીઃ અલ્લુ અર્જુનની જાણીતી ફિલ્મ પુષ્પા દક્ષિણ ભારત જ નહીં, પરંતુ હિન્દી ફિલ્મજગતમાં લોકપ્રિય બની હતી. ફિલ્મોના ડાયલોગથી લઈને ગીત પણ લોકજીભે ચઢી ગયા છે. આ ફિલ્મ તો સુપરહિટ સાબિત થઈ હતી, જે વિદેશી કલાકારો પણ જોઈ ચૂક્યા છે, જ્યારે ક્રિકેટર પણ બાકાત રહ્યા નથી, ત્યારે તાજેતરમાં પાંચ વર્ષની વિદ્યાર્થિનીએ તાજેતરમાં ફિલ્મનું જાણીતું ગીત ગાઈને ડાન્સ કરતા લાઈમલાઈટમાં આવી ગઈ છે.

https://twitter.com/i/status/1708830470841217406

આ દીકરીના બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પણ ડાન્સ કરે છે. ગીતના શબ્દો જો જાણતા ના હોય તો જણાવીએ કે તુ જાનુ બનુ જો કહેતા હે બીવી તેરી હું લગતા હૈ સામી મોર સામી. ગીતના તાલે જોર ઝુમતી પણ જોવા મળે છે. આ વીડિયો વાઈરલ થયા પછી આ ફિલ્મની નાયિકા રશ્મિકા મંદાનાએ જોયા પછી તેના પર પ્રતિક્રિયા આપી હતી.

માંડે પાંચ છ વર્ષની વિદ્યાર્થિની ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો છે, જેમાં રશ્મિકાએ લખ્યું છે સો ક્યુટ. ઈનસેન આઈકન નામ નામના યૂઝરે આ વીડિયો શેર કરીને લખ્યું વન મોર ક્યુટી એડેડ ટૂ ધ લિસ્ટ. આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે હજારો લોકોએ કમેન્ટ કરી છે. કહેવાય છે કે આ વીડિયો તો અગાઉ વાઈરલ થયો હતો, પરંતુ નેશનલ ક્રશ એટલે રશ્મિકા મંદાનાએ જોતા ફરી લાઈમલાઈટમાં આવી ગયો છે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ તો પુષ્પા ધ રાઈઝે બોક્સ ઓફિસ પર પણ જોરદાર સફળતા હાંસલ કરી હતી, જ્યારે ઘરે ઘરે પણ લોકોમાં જાણીતી બની હતી. મેસ્ટ્રો સુકુમાર દ્વારા નિર્દેશિત, માઈથ્રી મૂવી મેકર્સ આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુન હતો, જ્યારે મુખ્ય અભિનેત્રી રશ્મિકા હતી. પુષ્પા ટૂ ધ રુલ પણ દુનિયાભરની અનેક ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button