આ કારણે ઝરીન ખાન થઈ પેપ્ઝ પર ગુસ્સે, વીડિયો થયો વાઈરલ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સેલિબ્રિટીની સાથે સાથે પેપ્ઝ પણ સારી રીતે જાણે છે. આપણે અનેક વખત જોયું હશે કે કોઈ સેલિબ્રિટી સ્પોટ થાય એટલે કેટલાક વાંક દેખ્યા પેપ્ઝ અયોગ્ય રીતે તેમના વીડિયો કે ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરે છે આ માટે અનેક વખત પેપ્ઝની ઝાટકણી પણ કાઢવામાં આવી હોય છે, પણ તેઓ સુધરતા નથી. હવે બોલીવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન પેપ્ઝે પાછળથી વીડિયો બનાવનારા પેપ્ઝ પર ગુસ્સે ભરાતી જોવા મળી હતી અને તેણે પેપ્ઝની ક્લાસ લગાવી દીધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું કહ્યું ઝરીને-
આપણ વાંચો: સટ્ટાબાજી એપ્સ મામલો: 29 ફિલ્મ કલાકારો અને ઇન્ફ્લ્યુએન્ઝર્સ ઈડીના રડાર પર
મળતી માહિતી મુજબ ઝરીન ખાન કોઈ જગ્યાએ જઈ રહી હતી અને ત્યાં પેપ્ઝ હાજર હતા. પેપ્ઝે પાછળથી ઝરીન ખાનનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને આ જોઈને ઝરીન ખાન ગુસ્સાથી પાછી ફરી અને ઈશારો કરતાં જણાવ્યું કે ચહેરો જુઓ ચહેરો…. આ નહીં. વીડિયોમાં ઝરીન ખાન યેલો કુર્તી અને જિન્સમાં જોવા મળી રહી છે. ઝરીનનો આ લૂક ખૂબ જ સિમ્પલ છે.
ઝરીનનો ગુસ્સો જોઈને ફેન્સ અને નેટિઝન્સ પણ તેને સાથ આપી રહ્યા છે. યુઝર્સ પણ પેપ્ઝને તેમની આ હરકત માટે ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે સાચું કર્યું એણે. બીજા એક યુઝરે લખ્યું હુતં કે શરમ આવવી જોઈએ આ લોકોને. સેલિબ્રિટીઝે તમને આવીને રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ આગળથી આવીને ફોટો ક્લિક કરો. ત્રીજા એક યુઝરે લખ્યું કે આ પેપ્ઝનું કંઈક કરવું પડશે, ખૂબ જ બદતમીઝ થઈ રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઝરીન ખાન લાંબા સમયથી એક્ટિંગ અને ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખાસી એક્ટિવ રહે છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી કહે છે. ફેન્સને પણ ઝરીન ખાનના વીડિયો અને ફોટો ખૂબ જ પસંદ પણ આવે છે. છેલ્લે ઝરીન ખાન ફિલ્મ હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં જોવા મળી હતી. આ સિવાય તે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.