આ કારણે પોતાનાથી 13 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા Shahid Kapoorએ…
અત્યારે આખી દુનિયા વેલેન્ટાઈન વીકની ઊજવણી થઈ રહી છે ત્યારે આજે અમે અહીં તમારા માટે બી-ટાઉનના મોસ્ટ પોપ્યુલર કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂતની અનોખી લવસ્ટોરીની માહિતી લઈને આવ્યા છીએ. જે કદાચ અત્યાર સુધી કોઈને જ ખબર નથી.
શાહિદ અને મીરા રાજપૂત બી-ટાઉનની રોમેન્ટિક જોડીમાંથી એક છે અને બંનેની કેમેસ્ટ્રી પણ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. 2015માં બંનેના લગ્ન થયા હતા અને આ લગ્ન ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યા હતા, કારણ કે શાહિદે પોતાનાથી 13 વર્ષ નાની મીરા સાથે લગ્ન કર્યા હતા. આ વાત અમુક લોકોને પસંદ નહોતી પડી અને એમાંથી કેટલાક લોકો તો એક્ટરને વારંવાર આવું કરવાનું કારણ પૂછતા રહે છે.
જોકે, આ વાતનો ખુલાસો ખુદ શાહિદ કપૂરે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કર્યો હતો અને કહ્યું હતું કે આખરે તે કેમ પોતાનાથી 13 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો હતો. શાહિદે જણાવ્યું હતું કે મને આજે પણ મીરા સાથેની મારી પહેલી મુલાકાત યાદ છે. મીરાને જોઈને મારા મનમાં એ જ વિચાર આવ્યો હતો અરે આ તો ખૂબ જ યંગ છે, પણ તે મને પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી. જોકે, એ સમયે મારા મનમાં એવો સવાલ પણ આવી રહ્યો હતો કે શું હું ઠીક છું અને આ લગ્ન યોગ્ય તો રહેશે.
આજે આ કપલ પોતાની મેરિડ લાઈફમાં એકદમ હેપ્પી છે અને બંને જણે સાબિત કર્યું છે ઉંમરનો તફાવત પ્રેમની વચ્ચે નથી આવી શકતો.ય શાહિદ અને મીરાને બે સંતાન છે અને કપલ અવારનવાર તેમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતાં જોવા મળે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા આજે જ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન પણ જોવા મળી રહી છે અને તે ઓન સ્ક્રીન ક્રિતી સાથે રોમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે.