
દુનિયાની ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. વાત કરીએ નીતા અંબાણી (Nita Ambani) તો તેઓ પણ પોતાની ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે લાઈમલાઈટમાં રહે છે. જો તમે નીતા અંબાણીને ધ્યાનથી જોયા હશે તો તેઓ હંમેશા ગ્રીન કલરનું રત્ન પહેરેલું જોવા મળે છે, પરંતુ શું તમને આની પાછળનું કારણ ખબર છે? ચાલો આજે તમને આ પાછળનું કારણ જણાવીએ…
જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ રત્નો વિશે માહિતી આપવામાં આવી છે અને નીતા અંબાણી આ જ કારણે હંમેશા ગ્રીન કલરનું રત્ન પહેરે છે. આ રત્નની ખાસિયત વિશે જ આજે આપણે અહીં વાત કરીશું. નીતા અંબાણી અવારનવાર પન્ના રત્ન પહેરે છે અને જ્યોતિષશાસ્ત્રમાં આ રત્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પન્નાને આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય સાથે જોડીને જોવામાં આવે છે. આ સિવાય પન્ના રત્ના ધારણ કરવાથી જીવનમાંથી નકારાત્મક દૂર થાય છે અને આ સાથે સાથે જ પન્ના મા લક્ષ્મીને પણ ખૂબ જ પસંદ આવે છે. પન્ના ઉદ્યોગ ધંધામાં પણ સફળતા અપાવે છે અને આ રત્નના ધારણને પ્રભાવથી લાભ જ લાભ મળે છે.
પન્ના રત્નને પહેરવાને કારણે આંખ સંબંધિત સમસ્યામાંથી રાહત મળે છે. નીતા અંબાણી પણ પન્ના રત્ના પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે અને આ જ કારણે તેઓ આજે આટલા સફળ અને સમૃદ્ધ મહિલા છે. આ બધા કારણે જ નીતા અંબાણી અવારનવાર પન્ના રત્ન ધારણ કરવાનું પસંદ કરે છે.
NMACCના ઈવેન્ટમાં ઈશા અંબાણી પહેર્યો આટલો ટૂંકો ડ્રેસ…
હાલમાં જ બીકેસી ખાતે આવેલા એનએમએસીસી આર્ટ કેફેના લોન્ચના ઈવેન્ટમાં પણ અંબાણી લેડિઝનો જલવો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટ પર ઈશા અંબાણી મિની ડ્રેસમાં જોવા મળી હતી. ઈશાએ આ સમયે બોટ નેકવાળી પિંક સિક્વનની બોડીકોન લૂકવાળો ડ્રેસ પહેર્યો હતો. આ સાથે ઈશાએ બાર્બી લૂકવાળી મેટિંગ હિલ્સ અને ડાયમંડ જ્વેલરી સાથે ઈશાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.
લાઈમલાઈટ ચોરી ગઈ રાધિકા મર્ચન્ટ
જ્યાં એક તરફ ઈશા અંબાણીએ શોર્ટ ડ્રેસ પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું તો બીજી બાજું પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે બ્લેક કલરનો હેવી ફ્લેયર ફ્લોર પ્રિન્ટનો લોન્ગ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં રાધિકા એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી હતી. આ સાથે સાથે જ તેની ન્યૂ હેર સ્ટાઈલ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની હતી.
Also Read – અંબાણી પરિવારની વહુ આ રીતે તૈયાર થઈને પહોંચી એન્યુઅલ ડે ફંક્શનમાં…