કાચા બદામ ગર્લ અંજલિના કરોડપતિ બનવાનું આ છે સિક્રેટ…
સોશિયલ મીડિયા આજના સમયમાં ટેલેન્ટ રજૂ કરવા માટેનું એક સશક્ત માધ્યમ બની ગયું છે અને આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને એવું એવું હિડન ટેલેન્ટ મળ્યું છે કે કદાચ આપણે દીવો લઈને શોધવા ગયા હોત તો પણ ના મળ્યું હોત. આવી જ એક પ્રતિભા એટલે કચ્ચા બાદામ ગર્લ અંજલિ અરોરા.
થોડાક સમય પહેલાં સુધી જે યુવતી એક ઓર્ડિનરી છોકરીની જેમ જીવતી હતી તે આજે એક સેલેબ્રિટીની જેમ જીવે છે અને સોશિયલ સ્ટાર બની ગઈ છે. હવે તમને પણ એવું થશે ને કે આખરે આટલા ઓછા સમયમાં અંજલિએ આટલા નામ અને દામ કેવી રીતે કમાવી લીધા? આજે અંજલિ પાસે લગ્ઝરી કાર, ઘર અને પૈસા વગેરે બધુ જ છે. આવો જોઈએ કે આખરે રીલ્સ બનાવી બનાવીને અંજલિ કઈ રીતે કરોડપતિ બની ગઈ?
આપણામાંથી ઘણા લોકોને એવું લાગતું હશે કે રીલ્સ બનાવવામાં તે વળી શું મોટી વાત છે? એમાં કઈ મોટી વાત છે, આવું તો અમે પણ કરી શકીએ છીએ. પણ હકીકત તો એ છે કે રીલ્સ તો આપણે બધા જ બનાવીએ છીએ પણ અંજલિ જેવી લોકપ્રિયતા ખૂબ જ ઓછા લોકોને હાંસિલ છે.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં અંજલિએ પોતાના સ્ટ્રગલ અને સક્સેસ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં ઈન્ડિયામાં ટિકટોક આવ્યું તો એના પર મારા 9 મિલિયન ફોલોવર્સ હતા, પણ અચાનક જ તેને બેન કરી દેવામાં આવ્યું. ટિકટોક બેન થયા બાદ હું ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. પહેલાં તો મારા વીડિયોને એટલા બધા વાઈરલ નહોતા થયા પણ હું હિંમત હાર્યા વગર વીડિયો બનાવતી ગઈ અને ધીરે ધીરે મારા વીડિયો વાઈરલ થવા લાગ્યા.
અંજલિને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર આટલા બધા ફોલોઅર્સ કઈ રીતે બનાવ્યા તો એના વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીં અમારે રોજ એક પોસ્ટ કરવી જ પડે છે અને અમે જો એક દિવસ પોસ્ટ ના કરીએ તો અમારું એકાઉન્ટ માઈનસમાં જાય છે. એક વખત જો તમારા ફોલોવર્સ ઘટી જાય તો પાછા એ આંકડા સુધી પહોંચવા માટે પાછું અઠવાડિયું લાગી જાય છે.
અહીંયા તમારી જાણ માટે કે અંજલિને કાચા બાદામથી નેમ અને ફેમ બંને મળ્યા હતા અને ત્યાર બાદ તેને બે મ્યુઝિક વીડિયોમાંથી એકને લોકપ્રિયતા ના મળી અને બીજો વીડિયો ચાલી ગયો. અંજલિ કંગના રનૌતના લોકપ્રિય ટીવી શો લોકઅપમાં ભાગ લીધો હતો. અંજલિએ રીલ્સ અને વીડિયોના માધ્યમથી એક નવી કામિયાબી હાંસિલ કરી છે અને કરોડો રૂપિયા કમાવીને લગ્ઝરી લાઈફ જીવી રહી છે.