આ છે બોલીવૂડની હોલીગર્લઃ ખૂબ જ પોપ્યુલર છે તેનાં હોલીસૉંગ્સ

બોલીવુડની એવી અનેક ફિલ્મો છે, જેમાં હોળીને લગતા ગીતો સામેલ હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ વર્ષે એક ફિલ્મ તો એવી કરે છે જેમાં ફોળીનું ગીત હોય છે, એટલું જ નહીં પરંતુ લોકો તેને ખુબ પસંદ પણ કરતા હોય છે. બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના ગીતોને તમને હોળીની પાર્ટીમાં વગાડીને મોજ માણી શકો છો. એવું પણ કહી શકાય કે, જૂના ગીતોને બાદ કરતા અત્યારે વર્તમાનમાં દીપિકા પાદુકોણની ફિલ્મોના ગીતો અત્યારે ખૂબ ધૂમ મચાવે છે.

બલમ પિચકારીને હોલીનું ઉત્તમ ગીત કહેવાય છે
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મનો હોળીના ગીતોની વાત કરવામાં આવે તો, તે તેનું પ્લેલિસ્ટ જોરદાર બની શકે છે. જેમાં બલમ પિચકારી, બેશરમ રંગ, મોહે રંગ દો લાલ અને લહુ મુંહ લગ ગયા સામેલ છે. યે જવાની હે દિવાની ફિલ્મનું ગીત બલમ પિચકારીને હોલીનું ઉત્તમ ગીત કહેવાય છે. ચાહકો દ્વારા આ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે, આજે પણ હોળીની પાર્ટીઓમાં આ ગીત ચોક્કસ વાગે છે.

રામ-લીલા ફિલ્મનું લહૂ મુંહ લગ ગયાને લોકોએ ખૂબ પસંદ કર્યું
દીપિકાના અન્ય ગીતોની વાત કરવામાં આવે તો, રામ-લીલા ફિલ્મનું લહૂ મુંહ લગ ગયા ને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. અત્યારે પણ તેના શબ્દો અને મનમોહક દ્રશ્યોના કારણે પસંદ કરવામાં આવ છે. આમાં દીપિકાના અભિનયના પણ વખાણ કરવામાં આવ્યાં હતાં. હોળીના સૌથી લોકપ્રિય ગીતોની યાદીમાં આ ગીતનો સમાવેશ ચોક્કસથી કરવામાં આવે છે.

દીપિકાની ફિલ્મોમાં હોળીનું ગીત તો ચોક્કસથી હોય જ!
દીપિકા અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાની ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મનું ગીત મોહે રંગ દો લાલ ગીત મનમોહક હોળી ગીત છે. આ ગીત હોળીના સૌથી પ્રિય ગીતોમાંનું એક છે, જેમાં પ્રેમકથા સાથે સિનેમેટિક સુંદરતાને પણ ઉત્તમ રીતે દર્શાવવામા આવી છે. 2023માં આવેલી પઠાણ ફિલ્મને કેવી રીતે ભૂલી શકાય? આ ફિલ્મનું બેશરમ રંગ ગીત ભલે હોળી પર નથી પરંતુ તેના શબ્દો, અભિનય અને દ્રશ્યોને જોતા તહેવાર જેવું લાગે છે. જેથી હોલીની પાર્ટી થઈ રહી હોય તો આ ગીત તેમાં વગાડી શકાય છે. કારણ કે, હોળી માટે આ ગીત એકમદ પરફેક્ટ છે.