બોલિવૂડની આ હોટ અભિનેત્રીએ વિદેશી બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા
આ સમાચારનું મથાળુ વાંચીને તમને એમ થતું હશે કે ભાઇ એવી તે કઇ હિરોઇન છે જેણે આમ ગુપચુપ લગ્ન કરી લીધા. તો અમે તમને એ જ જણાવવા જઇ રહ્યા છે. બોલિવૂડની અત્યંત જાણીતી અને હોટ અભિનેત્રી તાપસી પન્નુએ સિક્રેટલી વેડિંગ કરી લીધા છે. જોકે, આમ પણ તેના લગ્નની અફવા ઘણા સમયથી ચાલી રહી હતી અને એમ માનવામાં આવતું હતું કે એકાદ બે મહિનામાં તેના ધામધૂમથી લગ્ન થશે અને બોલિવૂડના દરેક કલાકારો તેના લગ્નમાં મહાલતા જોવા મળશે, પણ એવું કંઇ થયું નથી અને તાપસીએ ગુપચુપ લગ્ન કરી લીધા છે. થોડા અઠવાડિયા પહેલા, એવા અહેવાલ હતા કે તેઓ શીખ-ક્રિશ્ચિયન ફ્યુઝન લગ્ન કરશે. તેઓએ 20 માર્ચથી લગ્નના ફંક્શનની શરૂઆત કરી હતી જે 23 માર્ચ સુધી ચાલ્યા હતા.
અભિનેત્રી તાપસી પન્નુએ તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બોએ 23 માર્ચે ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. પાર્ટીમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોએ જ હાજરી આપી હતી. અનુરાગ કશ્યપ અને કનિકા ધિલ્લોને લગ્નમાં હાજરી આપી હતી. લેખિકા કનિકા ધિલ્લોને તેના પતિ હિમાંશુ શર્મા સાથે લગ્નમાં હાજરી આપી હતી. તાપસીના ‘થપ્પડ’ના સહ-અભિનેતા પાવેલ ગુલાટીએ લગ્નનો એક ફોટો શેર કર્યો જેમાં હાસ્ય કલાકાર-અભિલાષ થાપિયાલ પણ હાજર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તાપસી ટૂંક સમયમાં મુંબઈમાં મિત્રો અને સહકર્મીઓ માટે પાર્ટી આપશે. તેણી ટૂંક સમયમાં તારીખની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
થોડા દિવસો પહેલા કનિકાએ પીચ વસ્ત્રોમાં દાગીનામાં સજ્જ પોતાના ફોટાઓ શેર કર્યા હતા. તેણે ફોટાને કેપ્શન આપ્યું હતું કે, “#MereYaarKiShaadi (sic).”કહેવાય છે કે આ તસવીરો ઉદયપુરમાં તાપસીના લગ્નની છે.