આ બોલીવૂડ સેલિબ્રિટીએ આપ્યા ગૂડ ન્યુઝ, સેલિબ્રેશનમાં ડૂબ્યો પરિવાર…

બોલીવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાણીતી એક્ટ્રેસ કિયારા અડવાણી લગ્નના બે વર્ષ બાદ આખરે બેમાંથી ત્રણ થઈ ગયા છે. એક્ટ્રેસે સુંદર મજાની રાજકુમારીને જન્મ આપ્યો છે અને આખો પરિવાર આ પ્રિન્સેસના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો છે. ફેન્સ પણ આ સમાચાર સાંભળીને એકદમ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો કિયારા અડવાણીને ડિલિવરી માટે મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં એક્ટ્રેસની નોર્મલ ડિલિવરી થઈ છે. બેબી અને કિયારા બંને એકદમ હેલ્ધી છે. આ તરફ સિદ્ધાર્થના પરિવારના લોકો પણ દિલ્હીથી મુંબઈ આવવા માટે રવાના થઈ ગયા છે, જેથી આખો પરિવાર સાથે આ ખુશીની પળો માણી શકે.
સૂત્રોની વાત માનીએ તો કિયારા અને સિદ્ધાર્થના પરિવારના લોકો સાથે મળીને આ નાનકડા મહેમાનનું ગ્રાન્ડ વેલકમ કરવાની તૈયારી કરી રહ્યા છે. ફેન્સ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આખરે આજે આવી ગઈ છે અને ફેન્સ પોતાના ફેવરેટ કપલ પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે.
સિદ્ધાર્થ અને કિયારાએ ફેબ્રુઆરી, 2023માં રાજસ્થાનના જેસલમેર ખાતે મિત્રો અને પરિવારના લોકોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. હવે આ કપલ પેરેન્ટ બનીને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરવા માટે ઉત્સુક છે.
આ પણ વાંચો…શાન ઠેકાણેઃ યુટ્યુબર સમય રૈનાએ રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ લેખિત માફી માંગી…