મનોરંજન

ઈશા ગુપ્તાના આ બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર લગાવી આગ

મિસ ઈન્ટરનેશનલ અને મોડલ તરીકે જાણીતી બનેલી ઈશા ગુપ્તાને ફિલ્મી લાઈનમાં બહુ મોટું નામ મેળવ્યું નથી. ઈશા ગુપ્તા પણ સોશિયલ મીડિયા પર જોરદાર નામ કમાવી રહી છે, જ્યારે તેની દરેક પોસ્ટ પણ વાઈરલ જોરદાર થાય છે.

ટ્રેડિશનલ લૂકથી લઈને બોલ્ડ લૂકને લઈ ઈશા ચર્ચામાં પણ રહે છે, જેમાં તાજેતરમાં તેના બોલ્ડ અવાતરને લઈને ચર્ચામાં આવી છે. 2007માં ફેમિના મિસ ઈન્ટરનેશનલ બન્યા પછી ફિલ્મ લાઈનમાં વિશેષ તો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
તાજેતરમાં તેના વીડિયો અને ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં વ્હાઈટ કલરના આઉટફીટમાં હોટ પોઝ આપ્યા હતા, જ્યારે તેના બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસ, બિકિનીના ફોટોગ્રાફ લોકોને વિશેષ પસંદ પડે છે.

સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સની સંખ્યા છે. 27 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા ધરાવે છે. વેબ સિરીઝ આશ્રમથી જાણીતી બનેલી ઈશા ગુપ્તાએ ફિલ્મ તરીકે જન્નત ટૂ અને રાજ-થ્રીમાં પણ જોવા મળી હતી, પરંતુ સોશિયલ મીડિયા તેના બોલ્ડ અવતારને કારણે પસંદ કરે છે, જ્યારે તેના વ્યક્તિગત મત પ્રમાણે તેના પર લોકો તેને ઈગ્નોર કરે છે.

તેના બોલ્ડ અવતારને કારણે લોકો તેને રીતસરના તેને ટ્રોલ કરવામાં આવે છે, જ્યારે તે ખૂદ સ્વીકારી ચૂકી છે તે ખૂદ પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી. એક વખત તેની ફિલ્મનું અડધોઅડધ શૂટિંગ પૂરું થયા પછી તેની પાસેથી સેક્સની ફેવર માગી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા ગુપ્તાએ 2012માં જન્નત ટૂથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત, રાજથ્રીડી, ગોરી તેરે પ્યાર મેં, હમશકલ્સ, રુસ્તમ, ટોટલ ધમાલ, પલટન અને બાદશાહો વગેરે ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

છેલ્લે એક બદનામ આશ્રમ સીઝન-થ્રીમાં બોબી દેઓલ સાથે જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ઈશા ગુપ્તા આ અગાઉ વીમન રિઝર્વેશન બિલ પાસ થયા પછી તેની જોરદાર પ્રશંસા કરીને ચર્ચામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button