મનોરંજન

બિગ બોસની આ અભિનેત્રીએ તેના બોલ્ડ અંદાજથી લોકોને કર્યા ઘાયલ

મુંબઈઃ બિગ બોસ ઓટીટી-ટૂની જાણીતી અભિનેત્રી આકાંક્ષા પુરીના લેટેસ્ટ ફોટો-વીડિયો તાજેતરમાં વાઈરલ થઈ રહ્યો છે. તેને કારણ તે લાઈમલાઈટમાં આવી ગઈ છે, જેમાં તેના કિલર લૂકની લોકોએ જોરદાર પ્રશંસા પણ કરી હતી.

આકાંક્ષા પુરીના રિવિલિંગ લૂકને જોઈને લોકો દંગ રહી ગયા હતા. ફોટોગ્રાફરોએ તેના ફોટો પાડવા લાગ્યા ત્યારે તેને તેના બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા હતા. વાઈરલ વીડિયોમાં આકાંક્ષાની ફિટનેસ અને ગ્લેમર અંદાજને જોઈને લોકો દંગ રહી ગયા હતા.


વાઈરલ વીડિયોને જોઈને એક યૂઝરે લખ્યું હતું કે લૂક એવો બનાવો કે તમારા પરથી લોકો નજર હટાવી સકે નહીં, જ્યારે બીજા યૂઝરે લખ્યું હતું કે મને તમારો આ બોલ્ડ અંદાજ ગમ્યો નહીં, જ્યારે અમુક લોકોએ તેને ટ્રોલ કરીને ટીકા પણ કરી હતી.
તમારી જાણ ખાતર જણાવી દઈએ આકાંક્ષા પુરીએ એલ્વિશ યાદવના સપોર્ટમાં પણ વીડિયો શેર કર્યો હતો. એલ્વિશ યાદવના સપોર્ટમાં જણાવ્યું હતું કે મીડિયા અને તમામ લોકો તેના પર વિના કારણ આરોપ મૂકી રહ્યા છે. આ આરોપ મૂક્યા પહેલા તેની તપાસ કરવી જોઈએ.

એલ્વિશ યાદવ પણ તાજેતરમાં વિવાદમાં સપડાયો છે, જ્યારે આકાંક્ષા પુરી અને એલ્વિશ યાદવ એકસાથે બિગ બોસ ઓટીટી-ટૂમાં હતા. યૂટયુબર પર સાપનું ઝેર વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેની સાથે રેવ પાર્ટીનું આયોજન કરવા મુદ્દે પસ્તાળ પડી છે. આકાંક્ષા પુરીએ એલ્વિશ યાદવને સપોર્ટ તો કર્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોગ્રાફ પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે વિયર ઈટ ઓન ઈટ, જ્યારે કલાકોમાં આ ફોટોગ્રાફ લાખો લોકોની લાઈક સાથે હજારો લોકોએ તેના પર કમેન્ટ કર્યું છે. ટ્રેડિશનલ લૂક પણ લોકોને ગમ્યો છે. આકાંક્ષાના ઈન્સ્ટાગ્રામ પણ 34 લાખથી વધુ ફોલોઅર્સ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો