આ સુંદર બોલ્ડ એક્ટ્રેસ Nitesh Tiwariની Ramayanમાં નિભાવશે શૂર્પણખાની ભૂમિકા…
અત્યારે બી-ટાઉનમાં ફિલ્મ મેકર Nitesh Tiwariની ફિલ્મ રામાયણ અને એની સ્ટારકાસ્ટને લઈને ખૂબ જ લાઈમલાઈટમાં છે. નિતેશ તિવારીની ફિલ્મ સાથે રણબીર સિંહ રામ અને શ્રીદેવીની દીકરી સીતાની ભૂમિકામાં જહાન્વી કપૂરનું નામ જોડાયા બાદ હવે બીજી એક બ્યુટિફૂલ બેબનું નામ પણ આ ફિલ્મ સાથે જોડાયું છે અને આ નામ છે Rakul Prit Singhનું…
મળી રહેલી માહિતી પ્રમાણે રકુલ પ્રીત સિંહ પણ હવે ફિલ્મ રામાયણમાં જોવા મળી શકે છે અને આ માટે તેની સાથે વાતચીત ચાલી રહી છે. હાલમાં રકુલ પ્રીત સિંહ પોતાના લગ્નને કારણે પહેલાંથી જ લાઈમલાઈટમાં રહે છે. 2024માં નિતેશ તિવારીની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ સાથે જહાન્વી કપૂર, રણબીર કપૂર, કેજીએફ ફેમ યશનું નામ પણ ફાઈનલ થઈ ગયું છે. આ સિવાય સની દેઓલનું નામ પણ આ ફિલ્મ સાથે જોડાઈ ચૂક્યું છે. સની દેઓલ હનુમાનની ભૂમિકા તો યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે.
આ ઉપરાંત, લારા દત્તા કૈકેયી, વિભીષણની ભૂમિકા માટે વિજય સેતુપતિ સાથે વાતચીત ચાલી રહી રહી છે. હવે કાસ્ટિંગ ટીમ દ્વારા રાવણની બહેન શૂર્પણખાના રોલ માટે રકુલ પ્રીત સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે. ‘રામાયણ’ ટીમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, નિતેશ તિવારી અને તેમની ટીમે આ રોલ માટે રકુલ પ્રીત સિંહનો કોન્ટેક્ટ કર્યો છે.
જોકે, રકુલે આ પ્રપોઝલ માટે શું જવાબ આપ્યો છે એ હજી સુધી જાણી શકાયું નથી, પણ તેણે લૂક ટેસ્ટ આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે જો બધું પ્લાન મુજબ થશે તો રકુલ લગ્ન બાદ ફિલ્મ ‘રામાયણ’ માટે શૂટિંગ શરૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રકુલ પ્રીત અને જેકી ભગનાની આ મહિનાની 21મી ફેબ્રુઆરીના ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યા છે, જેમાં ખૂબ જ નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.