મનોરંજન

45 વર્ષે લગ્ન વગર માતા બનવા માંગે છે બી-ટાઉનની આ એક્ટ્રેસ, કહી દીધી આ વાત…

મુંબઈઃ તનિષા મુખર્જીએ પોતાના ફિલ્મી કરિયરમાં ભલે ખાસ કંઈ ઉકાળ્યું ના હોય પણ તેમ છતાં લોકો તેના નામથી એકદમ વાકેફ છે અને એનું કારણ એવું છે કે તનિષાનો સંબંધ એક ખૂબ જ જાણીતા પરિવાર સાથે અને જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક-બે નહીં ઘણા બધા સ્ટાર આપ્યા છે.

તનિષા બી-ટાઉનની ફેમસ એક્ટ્રેસ કાજોલની બહેન છે અને તેની માતા તનિષા પણ 60-70ના દાયકાની એક જાણીતી અભિનેત્રી હતી. 1960માં 16 વર્ષની ઉંમરે ફિલ્મ છબીલીથી તનુજાએ ડેબ્યુ કર્યું હતું. ભલે માતા તનુજા અને બહેન કાજલની જેમ તનિષાનું ફિલ્મી કરિયર ભલે સ્પીડ ના પકડી શક્યું અને એ જ કારણે તનિષાએ ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી.

હવે તનિષા ફરી એક વખત ચર્ચામાં આવી છે અને એનું કારણ છે તેણે પ્રેગ્નન્સી વિશે કરેલી વાત… 45 વર્ષની ઉંમરમાં તનિષાને વગર લગ્ને માતા બનવું છે અને તેણે આ માટે પાંચ-છ વર્ષ પહેલાં જ એગ્સ ફ્રીઝ કરાવી રાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે તનિષા 39 વર્ષની હતી ત્યારે તેણે એગ્સ ફ્રીઝ કરાવી રાખ્યા હતા અને હવે તેણે એક ટોક શોમાં પ્રેગ્નન્સી વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે માતા બનવા માંગે છે, કારણ કે તેને બાળકો ખૂબ જ પસંદ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તનિષાએ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો અને એ સમયે તે અરમાન કોહલી સાથેની રિલેશનશિપને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ બાદમાં અરમાન અને તનિષાએ છુટ્ટા પડી ગયા હતા.

તનિષાએ ભૂતકાળમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે 39 વર્ષે એગ્સ ફ્રીઝ કરાવ્યા બાદ મારું વજન ખૂબ જ વધી ગયું હતું, પરંતુ મને ખુશી છે કે હવે માતા બનવા માટે મારે લગ્નની ઉતાવળ કરવાની કોઈ જ જરૂર નથી.

એક્ટ્રેસે લગ્ન અંગે ખુલાસો કરતાં કહ્યું હતું કે જો મને કોઈ યોગ્ય વ્યક્તિ મળશે તો હું ચોક્કસ લગ્ન કરવા માંગીશ. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો 2003માં તેણે ફિલ્મ શ…થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તે બિગ બોસ, રોહિત શેટ્ટીનો શો ખતરોં કે ખિલાડી અને એક ડાન્સ રિયાલિટી ટીવી શોમાં પણ જોવા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…