એક સમયે દાઉદ-છોટા રાજનની ખાસ હતી આ અભિનેત્રી, હવે બિગબોસથી કરશે કમબેક
‘કોઇ જાયે તો લે આયે, મેરી લાખ દુઆએ પાયે…’ ગીતમાં બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે ઠુમકા લગાવનાર અભિનેત્રી મમતા કુલકર્ણી 90ના દાયકામાં મોટું નામ ગણાતી હતી. તેણે સલમાન ખાન સાથે કરણ-અર્જુન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી હતી. એ પછી અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે તેનું નામ જોડાયું અને અંગત જીવનમાં સતત વિવાદોને કારણે તે બોલીવુડમાંથી સાવ ગાયબ જ થઇ ગઇ.
મમતા કુલકર્ણી વર્ષોથી લાઈમલાઈટથી અંતર જાળવી રહી છે. પરંતુ હવે તે ફરી એકવાર બધાની વચ્ચે જોવા મળશે. જો રિપોર્ટ્સનું માનીએ તો મમતા કુલકર્ણી જલ્દી જ સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ 17’માં જોવા મળી શકે છે. જો કે, આ અહેવાલો પર હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે શમિતા શેટ્ટી અને પૂજા ભટ્ટ બાદ હવે મમતા કુલકર્ણી પણ આ વિવાદાસ્પદ શોમાં એન્ટ્રી કરી શકે છે.બિગ બોસના મેકર્સે મમતા કુલકર્ણીનો સંપર્ક કર્યો છે.
દાઉદ ઈબ્રાહિમના નજીકના ગણાતા છોટા રાજન સાથે પણ મમતાનું નામ જોડાયું હતું. જો અહેવાલોનું માનીએ તો મમતાને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી. પરંતુ છોટા રાજનના આગ્રહ પર તેને ફરીથી ફિલ્મમાં લેવામાં આવી હતી. આ સિવાય મમતાએ એક મેગેઝીન માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું, જેને લઈને પણ ઘણો હોબાળો થયો હતો.