દુલ્હનની જેમ તૈયાર થઈ આ એક્ટ્રેસ? Wedding Bellsની તરફ કરી રહી છે ઈશારો…
બી-ટાઉનમાં બ્યુટીફૂલ એક્ટ્રેસની વાત થતી હોય અને એમાં મલાઈકા અરોરાનું નામ ના આવે તો જ નવાઈ. મલાઈકાની સુંદરતાની સાથે સાથે ફિટનેસની ચર્ચા પણ દૂર-દૂર સુધી થતી હોય છે. એમાં પણ ખાસ કરીને એક્ટ્રેસના બોલ્ડ અંદાજની તો શું વાત કરવી? ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી છે અને આ વખતે તે તેના દુલ્હન જેવા લૂકને કારણે ચર્ચામાં આવી છે. હાથમાં લાલ બંગડી, માથા પર બિંદી, ગળામાં હાર, નાકમાં નથણી અને દુલ્હન જેવો શૃંગાર… મલાઈકાનો આ યુનિક લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ આ માત્ર ફોટોશૂટ છે અને મલાઈકા અર્જુન સાથે લગ્ન નથી કરવા જઈ રહી.
ખુદ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે આ દુલ્હનના લૂકમાં ખૂબ જ સુંદપ લાગી રહી છે. આમ તો મોટાભાગે મલાઈકા વેસ્ટર્ન લૂકમાં વધુ દેખાતી હોય છે, પરંતુ આ વખતે કદાચ પહેલી વખત એવું બન્યું છે કે તેણે દેસી અંદાજથી ફેન્સનું દિલ ચોરી લીધું હોય. આ વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું છે કે પારંપારિક તે અધિક સુંદર…
જેવા મલાઈકાના આ યુનિક લૂકના ફોટો વાઈરલ થયા એટલે તરત જ એના પર કમેન્ટ્સ અને લાઈક આવવાના શરૂ થઈ ગહયા. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે 50 વર્ષની લાગતી જ નથી. જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો… તો વળી ત્રીજા એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું બ્યુટીફૂલ…
એક્ટ્રેસ તેની પર્સનલ લાઈફને રાપણે સૌથી વધુ ચર્ચામાં આવતી હોય છે અને હાલમાં જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને એક પોસ્ટ શેર કર્યો હતો. જેમાં તેણે પોતાની ઉંમર 48 વર્ષ હોવાનું જણાવ્યું હતું. જેવી આ પોસ્ટ વાઈરલ થઈ કે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે ગૂગલ પર જણાવવામાં આવેલા બર્થ યર અનુસાર તો મલાઈકા 50 વર્ષની થઈ ગઈ હતી. પરંતુ તેણે પોતાની ઉંમર છુપાવી હતી. આ જ કારણે નેટિઝન્સે તેને ટ્રોલ કરી હતી.
આ ઉપરાંત મલાઈકા હાલમાં જ તેને થયેલી ઈજાને કારણે પણ લાઈમલાઈટમાં આવી હતી. વાત જાણે એમ છે પાપારાઝીએ મલાઈકાના પગ પર ઈજા થઈ હોવાનું કચકડે કંડારી લીધું હતું. જોત જોતામાં આ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો અને લોકો એના પર પણ કમેન્ટ્સ કરવાનું ચૂક્યા નહોતા.