મનોરંજન

બીજીવાર માતા બનશે ‘તારક મહેતા’ની આ અભિનેત્રી? તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવીને ઘરઘરમાં જાણીતી થયેલી અભિનેત્રી પ્રિયા આહુજા ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ ‘જન્માષ્ટમી’ના તહેવાર નિમિત્તે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જે પછી તેની સેકંડ પ્રેગનન્સી અંગેની લોકો અટકળો લગાવી રહ્યા છે.

પ્રિયા આહુજા આ સિરીયલના ભૂતપૂર્વ ડાયરેક્ટર માલવ રાજડાની પત્ની છે. ઇન્સ્ટાગ્રામના ફોટામાં આ કપલે એકબીજાના હાથની આંગળીઓ બેબીશૂઝમાં ભેરવીને સંકેત આપ્યો હતો કે તેઓ બીજીવાર માતાપિતા બનવા જઇ રહ્યા છે. પ્રિયાએ શેર કરેલી આ તસવીરમાં તેણે તેના પતિ માલવ રાજડાને પણ ટેગ કર્યો છે. નોટિસ કરવાલાયક બાબત એ છે કે તેણે પોતાની પહેલી પ્રેગનન્સી વખતે પણ આ જ ફોટો તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ સેમ ફોટો તેણે ફરીવાર સોશિયલ મીડિયામાં મુક્યો છે. જે ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જો કે હજુસુધી પ્રિયા કે માલવે આ વાતને કન્ફર્મ કરી નથી.

પ્રિયા આહુજા અને માલવ રાજડા વચ્ચેની લવસ્ટોરી ‘તારક મહેતા’ના સેટ પર શરૂ થઇ હતી. બંને સિરીયલના સેટ પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને તેમણે વર્ષ 2011માં લગ્ન કરી લીધા હતા. 2020માં તેમણે પહેલા બેબીને વેલકમ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button